Not Set/ ત્રણ મહિનામાં જ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને રામ રામ કર્યુ

ગાંધીનગર, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં પુર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહે ભાજપને બાય બાય કરી દીધું છે. ભાજપના પ્રમુખને લખેલા પત્રમાં મહેન્દ્રસિંહે જણાવ્યું છે કે તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામુ આપ્યું છે.મહેન્દ્રસિંહ હજુ ત્રણ મહિના અગાઉ જ ભાજપમાં જોડાયા છે,પરંતું આમ અચાનક રાજીનામુ આપવાનું કારણ તેમણે રાજીનામા પત્રમાં નથી જણાવ્યું. એવું માનવામાં આવે છે આવનાર લોકસભાની ચૂંટણીમાં […]

Top Stories Gujarat
Mahendrasinh Vaghela ત્રણ મહિનામાં જ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને રામ રામ કર્યુ

ગાંધીનગર,

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં પુર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહે ભાજપને બાય બાય કરી દીધું છે. ભાજપના પ્રમુખને લખેલા પત્રમાં મહેન્દ્રસિંહે જણાવ્યું છે કે તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામુ આપ્યું છે.મહેન્દ્રસિંહ હજુ ત્રણ મહિના અગાઉ જ ભાજપમાં જોડાયા છે,પરંતું આમ અચાનક રાજીનામુ આપવાનું કારણ તેમણે રાજીનામા પત્રમાં નથી જણાવ્યું.

એવું માનવામાં આવે છે આવનાર લોકસભાની ચૂંટણીમાં મહેન્દ્રસિંહને ભાજપ ટીકીટ આપી શકે છે પંરતું  એવા સંકેતો મળી રહ્યાં હતા કે ભાજપ તેમને ટીકીટ માળી

ગત અષાઢી બીજનાં દિવસે મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયાં હતાં. આ પહેલાં તેઓ કોંગ્રેસનાં ધારાસભ્ય હતાં અને રાજ્યસભાની ચૂંટણી વખતે તેઓએ કોંગ્રેસમાંથી બળવો કર્યો હતો. બાયડનાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને રામ રામ કરી દીધાં હતાં. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહનો પણ સમાવેશ થાય છે.

WhatsApp Image 2018 10 18 at 17.05.27 ત્રણ મહિનામાં જ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને રામ રામ કર્યુ

મહેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામા બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શંકરસિંહ અને મહેન્દ્રસિંહ એનસીપી સાથે જોડાઈ શકે છે.