Not Set/ ધોરણ 10 નાપાસ હેકરે રાજકોટના યુવકનું FB અને ઈંસ્ટાગ્રામ હેક કરતા ધરપકડ

અમદાવાદ: મહેસાણાના ધોરણ 10 નાપાસ થયેલા હેકરે રાજકોટના યુવકનું FB અને ઈંસ્ટાગ્રામ હેક કરીને તેની કેટલીક પોસ્ટ ડિલીટ કરીને તેનો પ્રોફાઈલ ફોટો ચેન્જ કરી નાખ્યો હતો. જેના કારણે રાજકોટના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે રાજકોટ પોલીસે મહેસાણાના ઇસમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રહેવાસી એવા […]

Top Stories Gujarat Trending
Standard 10 Fail hacker arrested for Rajkot's youth's FB and instagram hacking

અમદાવાદ: મહેસાણાના ધોરણ 10 નાપાસ થયેલા હેકરે રાજકોટના યુવકનું FB અને ઈંસ્ટાગ્રામ હેક કરીને તેની કેટલીક પોસ્ટ ડિલીટ કરીને તેનો પ્રોફાઈલ ફોટો ચેન્જ કરી નાખ્યો હતો. જેના કારણે રાજકોટના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે રાજકોટ પોલીસે મહેસાણાના ઇસમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રહેવાસી એવા જયપાલસિંહ મુળરાજસિંહ રાણા નામના યુવકે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના તેમણે જણાવ્યું હતું કે, પોતાનું ફેસબુક (FB) અને ઈંસ્ટાગ્રામ એકાઉન્ટને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે અને તેમાંથી તેમની ઘણી બધી પોસ્ટને ડિલીટ કરી નાખવામાં આવી છે. તેમજ તેમના એકાઉન્ટનો પ્રોફાઇલ ફોટો બદલી નાખવામાં આવ્યો છે.

આ ફરિયાદના આધારે રાજકોટ પોલીસના સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમને સગડ મળ્યા હતા. જેમાં આ કૃત્ય મહેસાણાના એક ઈસમ દ્વારા કરવામાં આવ્યું છે. જેના આધારે રાજકોટ સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે મહેસાણાના ખાભર ગામમાંથી આરોપી ઈસમને પકડી પાડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા મહેસાણાના ખાભર ગામે રહેતા મહમદ જીલાની હુસેનમિયા સૈયદ નામના ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. મહમદ જીલાનીની રાજકોટ સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, પોતે ધો. 10માં નાપાસ થયેલો છે. તે પોતે ઈંસ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ એકાઉન્ટ ધરાવે છે. આરોપી મહમદ જીલાની ઈંસ્ટાગ્રામમાં જે યુઝરના લાઈક અને ફોલોઅર્સ વધારે હોય તે ચેક કરતો હતો.

આ ચેકિંગ દરમિયાન આરોપી મહમદને ફરિયાદી જયપાલસિંહના RANA JAYPALSINH VANA નામના  એકાઉન્ટમાં લાઈક અને ફોલોઅર્સ વધારે જોવા મળ્યા હતા. જેના કારણે આરોપી મહમદે ફરિયાદી જયપાલસિંહ રાણાની ફેસબુક અને ઈંસ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કર્યું હતું. હેકિંગ માટે આરોપી મહમદે  ફરિયાદીના ઈંસ્ટાગ્રામના એકાઉન્ટમાં જઇ અબાઉટમાં ચેક કર્યું હતું. જેમાં ફરિયાદી જયપાલસિંહ રાણા પોતાના મોબાઇલ નંબરને પાસવર્ડ તરીકે ઉપયોગ કરતા હતા. જેથી આરોપીએ ફરિયાદીના મોબાઇલ નંબરને પાસવર્ડમાં ચેક કરતા તેમનું એકાઉન્ટ ખૂલી ગયું હતું અને તેણે તેમનું એકાઉન્ટ હેક કર્યું હતું. આ પછી આરોપીએ ફરિયાદીના એકાઉન્ટમાંથી ઘણી બધી પોસ્ટને ડિલીટ કરી નાખી હતી. એટલું જ નહિ ફરિયાદીના પ્રોફાઈલ ફોટાને દૂર કરીને તેના સ્થાને પોતાનો ફોટો અપલોડ કરી દીધો હતો.