Not Set/ ગુજરાત : રાજયના મહેસુલી કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ

ગુજરાત રાજયમાં મહેસુલી કર્મચારીઓ પોતાના પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાય વખતથી લડત આપી રહ્યા છે. તેમની માંગણીઓ ના સંતોષતા અને પડતર પ્રશ્નોના ઉકેલ ન મળતાં, આજે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં માંગણીઓને લઈને સુત્રોચ્ચાર કરવા સાથે જો માંગણીઓ ના સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે. ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો […]

Top Stories Gujarat Others
1 હડતાળ ગુજરાત : રાજયના મહેસુલી કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ

ગુજરાત રાજયમાં મહેસુલી કર્મચારીઓ પોતાના પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાય વખતથી લડત આપી રહ્યા છે. તેમની માંગણીઓ ના સંતોષતા અને પડતર પ્રશ્નોના ઉકેલ ન મળતાં, આજે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં માંગણીઓને લઈને સુત્રોચ્ચાર કરવા સાથે જો માંગણીઓ ના સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારી કક્ષાએ કર્મચારીઓના બઢતી,બદલી અને અન્ય ૧૭ જેટલા પાયાના પ્રશ્નો જેવાકે રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ્દ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા, અને સરકારના ૨૧/૦૫/૨૦૧૮ના હૂકમથી કલાર્ક સંવર્ગના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન, જિલ્લામાં જગ્યાઓ ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે. જેથી આવા  કર્મચારીઓને મુળ મહેકમના જિલ્લામાં મુકવા, નાયબ મામલતદારથી મામલતદારની સીનીયોરીટી યાદી તૈયાર કરવા બાબત,કલાર્ક કેડરના કર્મચારીને તાત્કાલીક મામલતદારના પ્રમોશન આપવા બાબત, સાતમાં પગાર પંચ મુજબ બાકી, ભથ્થા તાત્કાલીક અસરથી ચુકવવા, રાજ્ય કક્ષાએ ૨૪૦૦ જેટલી ખાલી પડેલ નાયબ મામલતદારની જગ્યાઓ ભરવા સરકાર દ્વારા ઝડપી નિર્ણય લેવામાં આવે, જેવી વિવિધ માંગણીને લઈને તમામ મહેસૂલ વિભાગના કર્મચારી સામૂહિક રીતે હડતાળ પર ઉતર્યા છે.

આજે તારીખ 26મી ઓગષ્ટના  રોજ રાજ્યના તમામ  મહેસૂલી કર્મચારી એક દિવસીય માસ CL ઉપર ઉતાર્યા છે અને હડતાળ પાડી છે. અને જિલ્લાની મહેસૂલી કચેરી પર ધરણાંના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

એક સાથે રાજયના તમામ કર્મચારીઓ સામૂહિક રીતે હડતાળ પર જતાં આર્જદારોને કચેરીથી  ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.