Not Set/ માત્ર સાત ચોપડી ભણનાર દ્વારા ચલાવતા ઇન્ટરનેશન કોલ સેન્ટરનો પર્દાફાશ

અમદાવાદ: ગાંધીનગર પોલીસની એસઓજીની ટીમે પાટનગરનાં રાયસણમાંથી ચલાવતા ઇન્ટરનેશનલ કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરનાં રાયસણમાંથી આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરને ઝડપી  પાડવામાં આવ્યું છે. ગાંધીનગર પોલીસની એસઓજીની ટીમે રાયસણ વિસ્તારમાં આવેલા રોયલ બંગલોઝમાંથી આ કોલ સેન્ટર ઝડપ્યું હતુ. આ કોલ સેન્ટર ચલાવનાર આરોપી માત્ર સાત ચોપડી ભણેલો છે અને તે બહાર દિયા ઇન્ફોટેક IT સોલ્યુશન […]

Top Stories Gujarat
Std. 7 pass man caught running a call center in Gandhinagar

અમદાવાદ: ગાંધીનગર પોલીસની એસઓજીની ટીમે પાટનગરનાં રાયસણમાંથી ચલાવતા ઇન્ટરનેશનલ કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરનાં રાયસણમાંથી આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરને ઝડપી  પાડવામાં આવ્યું છે.

ગાંધીનગર પોલીસની એસઓજીની ટીમે રાયસણ વિસ્તારમાં આવેલા રોયલ બંગલોઝમાંથી આ કોલ સેન્ટર ઝડપ્યું હતુ. આ કોલ સેન્ટર ચલાવનાર આરોપી માત્ર સાત ચોપડી ભણેલો છે અને તે બહાર દિયા ઇન્ફોટેક IT સોલ્યુશન નામનું બોર્ડ મારીને અંદરથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાતો હતું.

આ કોલ સેન્ટરમાં કામ કરતા લોકો વિદેશીઓ સાથે કોલ સેન્ટર મારફત ઠગાઇ કરતા હોવાનું બહાર આવ્યું છે. આ કોલ સેન્ટરનો માલિક એટલે કે મુખ્ય આરોપી માત્ર સાત ધોરણ પાસ હોવાની વાત પોલીસની સામે આવી છે.

મુખ્ય આરોપી માત્ર સાત ધોરણ ભણેલો હોવા છતા પણ ઇગ્લીશ કડકડાટ અને સારૂ બોલી શકતો હોવાથી વિદેશીઓને ફોન કરીને તેની પાસેથી રૂપિયા પડાવતો હતો. હાલ તો ગાંધીનગર પોલીસે આ આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકો કોલ સેન્ટર મારફત વિદેશીઓને ફોન કરીને લોન માટે તેમની પાસેથી ડોકયુમેન્ટ મંગાવતા હતા. ગાંધીનગર પાસે આવેલા રાયસણમાં ચાલતા કોલ સેન્ટર માટે આરોપીએ આશિષ પટેલ પાસેથી મકાન ભાડે લીધુ હોવાની વિગતો પણ સામે આવી હતી.

ગાંધીનગર પોલીસે કોમ્પ્યુટર, લેપટોપ, મેજીક જેક સહિત રૂ.2.60 લાખનો મુદ્દામાલ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં હજી પણ વધુ આરોપીઓ પકડાય તેવી આશંકા પોલીસને છે.