Ahmedabad/ JEE મેઇનમાં ગુજરાતનો વિદ્યાર્થી દેશમાં ટોપર, જાણો કેટલા પર્સેન્ટાઇલ આવ્યા?

ગુજરાત અને ગુજરાતીઓ માટે એક ગર્વ કરવા જેવા સમાચાર સામે આવી રહ્યા છે.

Gujarat Others
bumrah sanjana 1615012223 6 JEE મેઇનમાં ગુજરાતનો વિદ્યાર્થી દેશમાં ટોપર, જાણો કેટલા પર્સેન્ટાઇલ આવ્યા?
  • JEE મેઇનમાં ગુજરાતનો વિદ્યાર્થી દેશમાં ટોપર
  • 100 પર્સેન્ટાઇલ સાથે અનંત ક્રિષ્ના દેશમાં ટોપર
  • ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ
  • સમગ્ર દેશમાં 6 વિદ્યાર્થીએ મેળવ્યા 100 પર્સેન્ટાઇલ
  • અમદાવાદનો અનંત ક્રિષ્ના બન્યો ટોપર
  • અનંત ક્રિષ્ના 100 પી.આર સાથે ગુજરાતમાં પ્રથમ

ગુજરાત અને ગુજરાતીઓ માટે એક ગર્વ કરવા જેવા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ફેબ્રુઆરીમાં લેવાયેલી JEE ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે, જેમા ગુજરાતનો વિદ્યાર્થી દેશમાં ટોપર થયો છે.

Murder: અમદાવાદના વૃદ્ધ દંપતીના ચકચારી હત્યાકેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓને પોલીસે MP થી ઝડપી પાડ્યા

સમગ્ર દેશમાં ગુજરાતનાં એક વિદ્યાર્થીએ JEE પરીક્ષામાં ટોપ આવીને રાજ્યને ગર્વની અનુભૂતિ કરાવી છે. જણાવી દઇએ કે, કેન્દ્ર શિક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષથી ઈજનેરી પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ચાર વખત લેવાનું નક્કી કરાયુ છે ત્યારે ફેબ્રુઆરીમાં લેવાયેલી પ્રથમવારની JEE મેઈન પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરી દેવાયુ છે. જેમાં ગુજરાતનો વિદ્યાર્થી અનંત ક્રિષ્ના દેશમાં ટોપર આવ્યો છે. સમગ્ર દેશમાં 6 વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. જેમા અનંત ક્રિષ્ના પણ 100 પર્સેન્ટાઇલ સાથે ટોપર આવ્યો છે.

Jamnagar: તા.17 માર્ચના રોજ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખની વરણી થશે

આપને જણાવી દઇએ કે, દેશનાં ઘણા વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જે એક ગર્વની વાત છે, પરંતુ તેમા પણ આપણા રાજ્યનાં એક વિદ્યાર્થીએ પણ 100 પરર્સેન્ટાઇલ મેળવી રાજ્યને ગર્વ કરવાની તક આપી છે. જણાવી દઇએ કે, આજે પરિણામનું લિસ્ટ અને કયા રાજ્યનો વિદ્યાર્થી સ્ટેટ ટોપર છે તેનું સ્ટેટ વાઈઝ ટોપર લિસ્ટ પણ જાહેર કરવામા આવ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ