Not Set/ 500 રૂપિયા માટે બ્લેકમેઇલ કરવા ગયેલી યુવતીને મળ્યું મોત

બારડોલી, બારડોલીના તેન ગામના તળાવમાં એક અજાણી યુવતીને હત્યા કરાયેલી લાશ નગ્ન હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી, તેના મોત બાદ યુવતીની 500 રૂપિયા માટે માથામાં પથ્થરનો ઘા ઝીંકીને હત્યા કરાયાનું સામે આવ્યું છે, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં યુવતી બે શકમંદોને મળતી દેખાઇ હતી, જેમાં બાબેન વિસ્તારમાં […]

Top Stories Gujarat Surat
WhatsApp Image 2019 04 07 at 12.40.19 500 રૂપિયા માટે બ્લેકમેઇલ કરવા ગયેલી યુવતીને મળ્યું મોત

બારડોલી,

બારડોલીના તેન ગામના તળાવમાં એક અજાણી યુવતીને હત્યા કરાયેલી લાશ નગ્ન હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી, તેના મોત બાદ યુવતીની 500 રૂપિયા માટે માથામાં પથ્થરનો ઘા ઝીંકીને હત્યા કરાયાનું સામે આવ્યું છે, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી હતી.

જેમાં યુવતી બે શકમંદોને મળતી દેખાઇ હતી, જેમાં બાબેન વિસ્તારમાં એક શકમંદની ઓળખ થઇ હતી, સાઈ અંબર કોમ્પલેક્સના રૂમ નં 3માં રહેતા અને મૂળ મહેસાણાના સંદિપ ઉર્ફે પિન્ટુ (ઉંમર 27 વર્ષ) એ આ યુવતીની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

ગત બુધવારે બપોરના સમયે યુવતીએ સંદીપ પાસે 500 રૂપિયાની માંગણી કરી હતી, અને ન આપે તો છેડતી કરે છે, તેમ કહીંને માર ખવડાવવાની ધમકી આપી હતી, જેથી સંદીપ ગુરવ ગભરાઈ ગયો હતો અને યુવતીને જાનથી મારી નાંખવાનું નક્કી કર્યુ હતું અને દારૂના નશામાં આખરે તેને યુવતીની હત્યા કરી નાખી હતી, 15 દિવસ પહેલા જ આ યુવતી રાધા સાથે તેની ઓળખાણ થઇ હતી, હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.