Surat/ કોરોનાના કહેર વચ્ચે ફાયર વિભાગનો સપાટો, આટલી શાળાઓ કરી સીલ

કોરોનાકાળમાં ફાયર વિભાગનો સપાટો, આટલી શાળાઓ કરી સીલ

Top Stories Gujarat Surat
amerika 6 કોરોનાના કહેર વચ્ચે ફાયર વિભાગનો સપાટો, આટલી શાળાઓ કરી સીલ

છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આગજનીની ઘટના નું  પ્રમાણ વધ્યું છે. ત્યારે સુરત ફાયર વિભાગ તરફથી પણ અવાર નવાર ફાયર સેફટી નોર્મ્સ ના પાલન માટે ચેતવણી આપવામાં આવતી હોય છે. પરંતુ તંત્રની ચેતવણીને નકારી અવગણના કરવાની જાને કે ટેવ પડી હોય તેમ કેટલીક શાળા સંકુલમાં ફાયર સેફ્ટીનો સદંતર અભાવ જોવા મળ્યો અને. ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટીસ આપવા છતાય શલા સંકુલની બેદરકારી સામે આવી હતી. જેને પગલે સુરત  ફાયર વિભાગે આ શાળાઓને સીલ કરી છે.

Cricket / ટીમ ઇન્ડિયાને મોટો આંચકો, પ્રેક્ટિસ દરમિયાન થયો અકસ્માત, કેએ…

Gandhinagar / સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું સંક્રમણ આટલા કર્મચારીઓ થયાં સંક્…

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ફાયર વિભાગ દ્વારા 10 શાળાઓ સીલ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી આ શાળાઓને સીલ  કરવામાં આવી છે. વારંવારની નોટિસ છતાં ફાયર સેફટી અંગે બેદરકારી નોધાવી હતી. જેમાં વરાછા સ્થિત સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કુલ સિમાડા ગામ , અને  સાધના નિકેતન સ્કૂલ કારગીલચોક , સ્કોલર ઈંગ્લીશ સ્કૂલ -પાંડેસરા,  અંકુર વિદ્યાલય -કતારગામ, યોગી વિદ્યાલય -કતારગામ, ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કૂલ -સગરામપુરા,  પિંકલ પ્લે ગ્રુપ -સગરામપુરા, શ્રી ગોરધનદાસ સોનાવાલા મણીબા વિદ્યાલય -ગોપીપુરા,  શ્રી સુર ચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ -ગોપીપુરા, શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરી સ્કૂલ -શાહપોરનો સમાવેશ થાય છે.

Election / દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ, કોવિડ ગાઇડલાઇન સાથે મતદાન પ્રક્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…