Not Set/ સુરત/ માતા-પિતાએ દીકરીની લાલસામાં નવજાત દીકરાને તરછોડ્યો, થઇ ધરપકડ

તમે દીકરાની લાલસામાં નવજાત દીકરીને ત્યજી હોવાની અનેક ઘટના સાંભળી અને વાંચી હશે પરંતુ હાલ સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતા-પિતાએ દીકરીની લાલસામાં નવજાત દીકરાને ત્યજી દીધો છે. પોલીસે માતા પિતાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે મળતી માહિતી અનુસાર સીંગણપોરનાં વણઝારા વાસ તાપી નદીના કિનારે […]

Gujarat Surat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaamaya 1 સુરત/ માતા-પિતાએ દીકરીની લાલસામાં નવજાત દીકરાને તરછોડ્યો, થઇ ધરપકડ

તમે દીકરાની લાલસામાં નવજાત દીકરીને ત્યજી હોવાની અનેક ઘટના સાંભળી અને વાંચી હશે પરંતુ હાલ સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતા-પિતાએ દીકરીની લાલસામાં નવજાત દીકરાને ત્યજી દીધો છે. પોલીસે માતા પિતાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ મામલે મળતી માહિતી અનુસાર સીંગણપોરનાં વણઝારા વાસ તાપી નદીના કિનારે આવી કડકડતી ઠંડીમાં ઝાડીઓમાંથી એક બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે એક યુવકે ત્યાં તપાસ કરી તો ત્યાંથી તેઓને નવજાત શિશુ મળી આવ્યો. જો કે આ બાળકને ત્યજી દેનારા માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસને સફળતા મળી છે.

એક અઠવાડિયા પહેલા સુરતનાં સીંગણપોર ગામનાં ટેકરા ફળિયામાં એક યુવક રાત્રે આઠેક વાગ્યાની આસપાસ વણઝારા વાસની પાછળ તાપી નદીનાં કિનારે બેસવા ગયો હતો. અચાનક તેને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તે યુવકે તે જગ્યા પર જઇને તપાસ્યું તો તેને એક દિવસનું તાજુ જન્મેલું માસુમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં  મળ્યું હતું.

બાળક મળી આવ્યા બાદ યુવકે તાતકાલિક પોલીસને જાણકારી આપી હતી.  આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જો કે પોલીસ તપાસમાં આ બાળક ત્યાંજ રહેતા ટ્રક ડાઇવર મંગુભાઇ નરસિંહ વણઝારા અને  ગંગાબેન મંગુભાઇ વણઝારાનું હોવાની વિગત સામે આવતા પોલીસે આ દંપતીની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ આ આ દંપતીએ કબૂલાત કરી હતી કે, અમારા ત્રણ સંતાન છે અને ત્રણેય દીકરા છે. આ દંપતીને પુત્રી જન્મશે તેવી આશા હતી પરંતુ દીકરાનો જન્મ થતાં તેઓએ માસુમ દીકરાને ત્યજી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.