Not Set/ સુરત: માતા-પિતાએ માસૂમ બાળક સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ

સુરતના સરથાણામાં એક જ પરિવારના ત્રણ લોકોએ સુસાઇડ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ પરિવારના લોકોએ આર્થિક સંકડામળને આધારે સુસાઇડ કરી હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર શહેરના સરથાણા વિસ્તારમાં વનમાણી પાસે આવેલા મજેસ્ટીકા હાઇટ્સમાં રહેતો હતો. પરિવારમાં એક પૂત્રી અને પતિ-પત્ની રહેતા હતા. સરથાણા વિસ્તારમાં આવેલા એપોર્ટમેન્ટના 12માં માળેથી કૂદીને […]

Gujarat
srat સુરત: માતા-પિતાએ માસૂમ બાળક સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ

સુરતના સરથાણામાં એક જ પરિવારના ત્રણ લોકોએ સુસાઇડ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ પરિવારના લોકોએ આર્થિક સંકડામળને આધારે સુસાઇડ કરી હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર શહેરના સરથાણા વિસ્તારમાં વનમાણી પાસે આવેલા મજેસ્ટીકા હાઇટ્સમાં રહેતો હતો. પરિવારમાં એક પૂત્રી અને પતિ-પત્ની રહેતા હતા.

સરથાણા વિસ્તારમાં આવેલા એપોર્ટમેન્ટના 12માં માળેથી કૂદીને એક પરિવારે સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારના માતા-પિતા અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. હાલ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સરથાણા વિસ્તારમાં વનમાળી પાસે આવેલી મજેસ્ટીકા હાઈટ્સમાં વિજયભાઈ વઘાસીયા પરિવાર સાથે રહેતા હતા. બુધવારના રોજ 12માં માળેથી વિજયભાઈ પત્ની અને બાળક સાથે કૂદીને આપઘાત કરી લીધો હતો. ત્રણેય જમીન પર પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતા અને હાલ તમામના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે અને આપઘાત પાછળનું કારણ હજું અકબંધ છે.

જોકે, વિજયભાઈએ લખેલી સુસાઈડ નોટ પોલીસ કબજે કરી છે અને આપઘાત પાછળના કારણની તપાસ કરી રહી છે. આપઘાત કરનાર વિજયભાઈ ચતુરભાઈ વધાસિયા મૂળ અમરેલી જિલ્લા વાધણીયાના રહેવાસી હતા.

છેલ્લા એક મહિનાથી સરથાણામાં આવેલી મજેસ્ટીકા હાઈટ્સના 201નંબર જોઈન્ટ ફેમિલિમાં રહેતા હતા. વિજયભાઈ ચીકુવાડી ખાતે આવેલી જાયન્ટ સહકારી મંડળીના ચેરમેન હતા અને ડિસ્કાઉન્ટ માસ્ટર રેડિમેઈડ કપડાંનો શો રૂમ પણ ઘરાવતા હતા.

બુધવારની વહેલી સવારે વિજયભાઈ મોર્નિંગ વોક માટે ગયા હતા. ત્યારબાદ 6 વાગ્યા આસપાસ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ પત્ની અને પુત્ર સાથે 12માં માળે ટેરેસ પર ગયા હતા અને પરિવારના ત્રણ સભ્યોએ કૂદીને આપઘાત કરી લીધો હતો.

આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હાવની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે. જોકે, હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ગત રોજ થયેલી વાતચીત મુજબ વિજયભાઈ પરિવાર સાથે મુંબઈ જવાના હતા. તેમની 9 વાગ્યાની મુંબઈની ટ્રેન હતી. દરમિયાન બુધવાર સવારે 6 વાગ્યે આકરું પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.