Not Set/ સુરત/ હેરાન કરતા યુવક વિરૂદ્ધ ફરિયાદ કરવા 15 વર્ષની વિદ્યાર્થીની એકલી પોલીસ સ્ટેશન પહોંચી

સુરત શહેરમાં સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીએ તેને હેરાન કરતા યુવક સામે જાતે પોલીસ ફરિયાદ નોંધાવી બહાદુરીની મિસાલ આપી છે. સુરતના કપોદ્રા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ પોતાની છેડતી કરનાર અને મારી નાખવાની ધમકી આપનાર એક યુવક વિરૂદ્ધ ફરિયાદ કરવા તે  એકલી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પરિવારની 15 વર્ષની દીકરી અહીંની જ એક સ્કૂલમાં […]

Top Stories Gujarat Surat
pjimage 7 8 સુરત/ હેરાન કરતા યુવક વિરૂદ્ધ ફરિયાદ કરવા 15 વર્ષની વિદ્યાર્થીની એકલી પોલીસ સ્ટેશન પહોંચી

સુરત શહેરમાં સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીએ તેને હેરાન કરતા યુવક સામે જાતે પોલીસ ફરિયાદ નોંધાવી બહાદુરીની મિસાલ આપી છે. સુરતના કપોદ્રા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ પોતાની છેડતી કરનાર અને મારી નાખવાની ધમકી આપનાર એક યુવક વિરૂદ્ધ ફરિયાદ કરવા તે  એકલી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પરિવારની 15 વર્ષની દીકરી અહીંની જ એક સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. આ વિસ્તારમાં રહેતો સંકેત વ્યાસ નામનો દુકાનદાર છેલ્લા ત્રણ મહિનાથી આ કિશોરીને હેરાન કરતો હતો. કિશોરી પોતાના ઘરની અગાશી પર જતી હતી ત્યારે યુવાન બીજાની અગાશી પર જઈને તેની સામે ગંદા ઈશારા કરતો હતો. શરૂઆતમાં કિશોરીએ આ બાબતને ગંભીરતાથી નહીં લઈને પરિવારમાં કોઈ વાત કરી નહોતી.

છેલ્લા ત્રણ દિવસથી કિશોરી સ્કૂલે જતી હતી ત્યારે યુવકે તેનો પીછો કરવાની શરૂઆત કરી હતી. એ પછી યુવક હદ પાર કરી કિશોરીની સ્કૂલે પહોંચી ગયો હતો. યુવકે કિશોરીને રસ્તા વચ્ચે અટકાવીને તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવકે કિશોરીને કહ્યુ હતુ કે, “મારે તારી સાથે લગ્ન કરવા છે. તું મને ખૂબ ગમે છે. જો તું મારી ન થાય તો તને અને તારા પિતાજીને પતાવી દઈશ.”

યુવકની આવી ધમકી બાદ કિશોરી જરા પણ ડર્યાં વગર સીધી જ કાપોદ્રા પોલીસ મથક પહોંચી ગઈ હતી અને તમામ હકીકત પોલીસને જણાવી હતી. જે બાદમાં પોલીસ કિશોરીની કહેલી જગ્યા પર પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી લીધી હતી. કિશોરીએ આ વાત તેના પરિવારમાં કરી ન હતી, પરંતુ કિશોરીના પિતાના એક મિત્રએ તેને પોલીસની જીપમાં જતી જોઈને આ અંગેની જાણ તેના પિતાને કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.