Not Set/ સુરત : કાળા રંગમાં ડુબાડી ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર

સુરતમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિર નજીકથી એક બાળકી ત્યજી દેવાલયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. બિનવારસી હાલતમાં મળી આવેલી બાળકીને સુરત હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. રાહદારીએ રોડ બાજુએ પડેલી એક ગરમ ચાદરમાંથી રડતા બાળકનો અવાજ સાંભળીને તપાસ કરતા બાળકી મળી આવી હતી. બાળકીના કમરની નીચેનો ભાગ અને બન્ને પગ કાળા કલરથી […]

Top Stories Gujarat Surat
surat girl child found 4 સુરત : કાળા રંગમાં ડુબાડી ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર

સુરતમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિર નજીકથી એક બાળકી ત્યજી દેવાલયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. બિનવારસી હાલતમાં મળી આવેલી બાળકીને સુરત હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.

રાહદારીએ રોડ બાજુએ પડેલી એક ગરમ ચાદરમાંથી રડતા બાળકનો અવાજ સાંભળીને તપાસ કરતા બાળકી મળી આવી હતી. બાળકીના કમરની નીચેનો ભાગ અને બન્ને પગ કાળા કલરથી રંગાયેલા હોવાને કારણે તબીબો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

પિંક કલરની બેબી ટોપને લઈ કહીં શકાય કે બાળકીનો જન્મ કોઈ હોસ્પિટલમાં થયો હોવો જોઈએ. હાલ બાળકીની તબિયત નાજુક હોવાથી તાત્કાલિક NICUમાં દાખલ કરાઈ છે. જોકે, ફૂલ જેવી બાળકીને ત્યજી દેનાર માતા સામે લોકોએ ફિટકાર વરસાવી ગંભીર પગલાં લેવાય તેમ કહેતા હતા.