Not Set/ પોલીસ જવાનોની સરાહનીય કામગીરી, ઝુપડપટ્ટીનાં બાળકોને ચપ્પલનુ કર્યુ વિતરણ

સુરેન્દ્રનગર, પોલીસમાં માનવતા નથી હોતી તેવો આક્ષેપ વારવાર કરતા હોઈએ છીએ પરંતુ સુરેન્દ્રનગર પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને પોલીસ જવાનોએ ચપ્પલ વિતરણ કરી સરાહનીય કામગીરી કરી હતી. રાજ્યભરમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તાપમાન 40ને પાર થઇ જતા વાતાવરણ વધુ હૂંફાળુ બન્યુ છે. રોડ પર […]

Gujarat Others
WhatsApp Image 2018 05 11 at 3.53.00 PM પોલીસ જવાનોની સરાહનીય કામગીરી, ઝુપડપટ્ટીનાં બાળકોને ચપ્પલનુ કર્યુ વિતરણ

સુરેન્દ્રનગર,

પોલીસમાં માનવતા નથી હોતી તેવો આક્ષેપ વારવાર કરતા હોઈએ છીએ પરંતુ સુરેન્દ્રનગર પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને પોલીસ જવાનોએ ચપ્પલ વિતરણ કરી સરાહનીય કામગીરી કરી હતી.

WhatsApp Image 2018 05 11 at 3.52.53 PM પોલીસ જવાનોની સરાહનીય કામગીરી, ઝુપડપટ્ટીનાં બાળકોને ચપ્પલનુ કર્યુ વિતરણ

રાજ્યભરમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તાપમાન 40ને પાર થઇ જતા વાતાવરણ વધુ હૂંફાળુ બન્યુ છે. રોડ પર નીકળે તો જાનેં એમ લાગી રહ્યું છે કે અંગારાઓ પર ચાલી રહ્યા હોઈએ.

WhatsApp Image 2018 05 11 at 3.52.54 PM પોલીસ જવાનોની સરાહનીય કામગીરી, ઝુપડપટ્ટીનાં બાળકોને ચપ્પલનુ કર્યુ વિતરણ

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે. જેને કારણે અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોની વહારે પોલીસ જવાનો આવ્યા છે. ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને પોલીસ જવાનોએ ચપ્પલ વિતરણ કરી સરાહનીય કામગીરી  કરી હતી.

WhatsApp Image 2018 05 11 at 3.52.55 PM પોલીસ જવાનોની સરાહનીય કામગીરી, ઝુપડપટ્ટીનાં બાળકોને ચપ્પલનુ કર્યુ વિતરણ

ચપ્પલ મેળવી બાળકોએ ખૂશીની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનિય છે કે આગઝરતી ગરમી અને હૂંફાડી હવા ઘરોમાં રહેતા લોકોને પણ અકડાવે છે ત્યારે ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને તેના બાળકોની માટે પ્રકોપ સમાન છે. આવા સમય દરમ્યાન પોલીસે ચપ્પલ વિતરણની કરી સરાહનીય કામગીરી કરી હતી.