Not Set/ લગ્ન પ્રસંગે ઘોડીયામાં સુતેલ લાડકવાઈ ભાણીના મોતથી છવાયો માતમ

જી હા, મામનાં લગ્ન પ્રસંગને મા સાથે માણવા આવેલ ભણી, લગ્નની આગલી સાંજે દાંડીયાની રામઝટને રાત્રે મોડે સુધી માણવા માટે વાળીમાં પોતાનાં ધોડીયામાં આરમ કરી રહી હતી.ભાઇનાં લગ્નમાં વુણવાઇ બહેન ફ્રી હોય કદી.દીકરીને ઘોડીયામાં પોઠાળી મા અન્ય કામમાં પોરવાઇ. થોડી જ ક્ષણોમાં ભાણીનાં દર્દનાક આક્રંદે લગ્નનાં આનંદ મય વાતવરણને કલ્પાંતરમાં ફેરવી નાખ્યું. બઘા દોળી આવ્યા […]

Top Stories Rajkot Gujarat
WhatsApp Image 2019 05 08 at 8.43.10 AM લગ્ન પ્રસંગે ઘોડીયામાં સુતેલ લાડકવાઈ ભાણીના મોતથી છવાયો માતમ

જી હા, મામનાં લગ્ન પ્રસંગને મા સાથે માણવા આવેલ ભણી, લગ્નની આગલી સાંજે દાંડીયાની રામઝટને રાત્રે મોડે સુધી માણવા માટે વાળીમાં પોતાનાં ધોડીયામાં આરમ કરી રહી હતી.ભાઇનાં લગ્નમાં વુણવાઇ બહેન ફ્રી હોય કદી.દીકરીને ઘોડીયામાં પોઠાળી મા અન્ય કામમાં પોરવાઇ. થોડી જ ક્ષણોમાં ભાણીનાં દર્દનાક આક્રંદે લગ્નનાં આનંદ મય વાતવરણને કલ્પાંતરમાં ફેરવી નાખ્યું. બઘા દોળી આવ્યા ત્યારે લાડકવાઇ ભાણી પોતાનાં ઘોડીયામાં કણશી રહી હતી. મોત સાથે જંગ લડી રહેલ લાડકીની કીકીયારીથી મા સહિતનાં ઘરનાં બધા જ સભ્યો હેબતાય ગયા. મામાના લગ્નની વાળીથી ભાણી શીધી હોસ્પીટલનાં IUC માં પહોંચી ગઇ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લાડકવાઇનાં જીવ-મરણનાં ખેલમાં મોત અંતે જીતી ગયું પરંતુ વાત શુ બની, બનાવ શુ બન્યો કેમ ઘોડીયામાં પોઢેલી ભાણી ઇજાગ્રસ્ત થઇ ગઇ.??

WhatsApp Image 2019 05 08 at 8.43.10 AM 1 લગ્ન પ્રસંગે ઘોડીયામાં સુતેલ લાડકવાઈ ભાણીના મોતથી છવાયો માતમ

આ ઘટના રાજકોટ બજરંગવાડીના દરજી પરિવારની છે જેમની છ માસ અને છ દિવસની વય ધરાવતી ફૂલડા જેવી બાળા તેની માતા સાત વર્ષના ભાઈ તથા અન્ય કુટુંબીજનો સાથે લગ્ન આવ્યા હતાં. અહીં માતાએ માસુમ દીકરી હાર્વીને ઘોડીયામાં સુવડાવી હતી. દરમિયાન બહારથી સાઉન્ડ સિસ્ટમ મંગાવી હોઈ તેના માણસો સાઉન્ડનું વાયરીંગ કરી રહ્યા હતાં. તેણે એક સ્પીકરની ઉપર બીજુ  મોટુ સ્પીકર રાખતાં એ સ્પીકર અચાનક બાજુના લાકડાના ઘોડીયા પર પડ્યું હતું.

આ મોટું સ્પીકર પડતાં ઘોડીયુ તૂટી ગયું. જેના લીધે ઘોડીયામાં સૂતેલી હાર્વી દબાઈ જતાં તેને ગંભીર ઈજા થઈ હતી. આથી હાર્વિને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ અહીં તબીબે તેણીને મૃત જાહેર કરતાં જ કલ્પાંત સર્જાયો હતો. લગ્નની ખુશી ગમગીનીમાં પરિણમી હતી. એ-ડિવીઝનના પીએસઆઇ જે. ડી. વસાવા અને કમલેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.