Not Set/ તાપી: અંધશ્રધ્દ્રામાં યુવાન હોમાયો, ડાકણ કાઢવા યુવકના શરીરે ચપ્પુથી ડામ અપાયા

તાપી, તાપી જિલ્લાના ઉચ્છલના કાટીસકૂવા ગામના યુવાનને શરીરે ઘ્રુજારી આવતાં ગામમાં માતાજી બનેલી યુવતી પાસે ઇલાજ કરાવવા લઇ ગયા હતા. યુવાનના શરીરમાં પાંચ ડાકણ હોવાનું યુવતીએ કહી ડાકણ કાઢવા વિધા આરંભી હતી.જેમાં યુવાનને લાકડી વડે ફટકા મારી ઢોર માર મરાયો હતો.તેમજ શરીરે ચપ્પુથી ડામ આપવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગામની મહિલા વિન્તુબહેને જણાવ્યું હતું […]

Top Stories Gujarat Others
mantavya 1 88 તાપી: અંધશ્રધ્દ્રામાં યુવાન હોમાયો, ડાકણ કાઢવા યુવકના શરીરે ચપ્પુથી ડામ અપાયા

તાપી,

તાપી જિલ્લાના ઉચ્છલના કાટીસકૂવા ગામના યુવાનને શરીરે ઘ્રુજારી આવતાં ગામમાં માતાજી બનેલી યુવતી પાસે ઇલાજ કરાવવા લઇ ગયા હતા.

યુવાનના શરીરમાં પાંચ ડાકણ હોવાનું યુવતીએ કહી ડાકણ કાઢવા વિધા આરંભી હતી.જેમાં યુવાનને લાકડી વડે ફટકા મારી ઢોર માર મરાયો હતો.તેમજ શરીરે ચપ્પુથી ડામ આપવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ગામની મહિલા વિન્તુબહેને જણાવ્યું હતું કે, યુવાનના શરીરમાં ઘૂલેસી પાંચ પૈકી ત્રણ ડાકણ નીકળી ગઈ છે અને હજી પણ બે ડાકણ બાકી હોવાથી જેને કાઢવા માટે રાજેશભાઇને માર મારો કહ્યું હતું.

ડાકણ કાઢવા માટે ગામના અમિતભાઇ કુખ્તાભાઇ વસાવાએ લાકડી વડે યુવાનને ફટકારવાનું શરૂ કર્યું હતું. જ્યારે ઉત્તમભાઇ સજીયાભઆઇ વસાવાસે ગરમ ચપ્પુ કરીને પગ તથા આખા શરીર ઉપર ડામ આપવા લાગ્યા હતા.

mantavya 1 89 તાપી: અંધશ્રધ્દ્રામાં યુવાન હોમાયો, ડાકણ કાઢવા યુવકના શરીરે ચપ્પુથી ડામ અપાયા

ગામના અન્ય એક શખ્સ છનીયાભાઇ સિંગાભાઇ વસાવાએ યુવાનને ઊંચકીને જમીન ઉપર પછાડવાનું શરૂ કર્યું હતું. તથા ભીમાભાઈ નુરીયાભાઈ વસાવા, મેહુલભાઇ ઉત્તમભાઇ વસાવાએ યુવાનને થપ્પડ તથા મૂઢ માર માર્યો હતો.

તેમ છતાં યુવકની તબિયતમાં સુધારો ન આવતાં તેની હાલત વધુ ગંભીર બની હતી. જેથી તેને બાલાશિનોર સહિત અલગ અલગ મંદિરે લઇ જવાયો હતો. બાદમાં હાલત બગડતાં પરિવારજનોએ 108 બોલાવી હતી જયાં 108 ના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ પોલીસ મથકે પહોંચી માતાજી વિરૂઘ્ઘ ફરિયાદ નોંધાવતાં પોલીસે માતાજી અને તેના સાગરિતની ધરપકડ કરી હતી.