Not Set/ શિક્ષકોને મળી દિવાળી ગિફ્ટ, સરકાર દ્વારા સાતમાં પગારપંચના તફાવતનો પ્રથમ હપ્તો આપવા કરાઈ જાહેરાત

ગાંધીનગર, દિવાળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને એક મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રુપાણી સરકાર દ્વારા દિવાળીની ગીફ્ટ તરીકે રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષકોને સાતમાં પગારપંચ મુજબ પડતા તફાવતનો પ્રથમ હપ્તો આપવાનું એલાન કરાયું છે. ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલ […]

Top Stories Ahmedabad Gujarat Trending
nitin 1514642586 શિક્ષકોને મળી દિવાળી ગિફ્ટ, સરકાર દ્વારા સાતમાં પગારપંચના તફાવતનો પ્રથમ હપ્તો આપવા કરાઈ જાહેરાત

ગાંધીનગર,

દિવાળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને એક મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રુપાણી સરકાર દ્વારા દિવાળીની ગીફ્ટ તરીકે રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષકોને સાતમાં પગારપંચ મુજબ પડતા તફાવતનો પ્રથમ હપ્તો આપવાનું એલાન કરાયું છે.

ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા શિક્ષકોને આપવામાં આવનારી આ ખાસ દિવાળી ગીફ્ટની જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી કુલ ૬૧ હજાર શિક્ષકોને લાભ મળશે અને આ પગારની ચુકવણી ચાલુ મહિનામાં કરાશે.

સરકારની તિજોરી પર પડશે ૨૦૪ કરોડનો બોજો

નીતિન પટેલે આ જાહેરાત કરતા કહ્યું હતું કે, “સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોને ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબ સુધારવામાં આવેલો પગાર અપાશે. આ કારણે સરકારની તિજોરી પર અંદાજે રૂપિયા ૨૦૪ કરોડ રૂપિયાનો બોજો આવશે”.

પાંચ સરખા હપ્તામાં આપવામાં આવશે પગાર

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “આ પહેલા સરકાર દ્વારા ૧ ઓગષ્ટ, ૨૦૧૭થી દરેક મહિનાના પગારના રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય કરાયો હતો, ત્યારે હવે આ પગાર સ્કેલ ટુ સ્કેલના ધોરણે ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી લઈ ૩૧ જુલાઈ ૨૦૧૭ સુધીની તફાવતની રકમ પાંચ સરખા હપ્તામાં આવશે”.