Not Set/ થરાદ:લૂંટના ઈરાદે બોલેરો ચાલક પર હુમલો,સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

બનાસકાંઠામાં અવારનવાર લૂંટની ઘટના બનતી હોય છે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. બનાસકાંઠાના થરાદમાં એક બોલેરા ચાલક પર લૂંટના ઈરાદે હુમલાની ઘટનાએ ચકચાર જગાવી છે. જણાવીએ કે લૂંટારૂઓએ ગત મોડી રાત્રે ઢીમા દર્શન કરવા જવાના બહાને ગાડી ભાડે કરાવી હતી.જ્યાં બોલેરો થરાદ કેનાલ પાસે પહોચતા જ પાછળની સીટ પર બેઠેલા એક લૂંટારૂએ ચાલકના […]

Top Stories Gujarat Others
yppp 4 થરાદ:લૂંટના ઈરાદે બોલેરો ચાલક પર હુમલો,સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

બનાસકાંઠામાં અવારનવાર લૂંટની ઘટના બનતી હોય છે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. બનાસકાંઠાના થરાદમાં એક બોલેરા ચાલક પર લૂંટના ઈરાદે હુમલાની ઘટનાએ ચકચાર જગાવી છે.

જણાવીએ કે લૂંટારૂઓએ ગત મોડી રાત્રે ઢીમા દર્શન કરવા જવાના બહાને ગાડી ભાડે કરાવી હતી.જ્યાં બોલેરો થરાદ કેનાલ પાસે પહોચતા જ પાછળની સીટ પર બેઠેલા એક લૂંટારૂએ ચાલકના ગળા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.હુમલો કર્યા બાદ બોલેરો ચાલકે પહેરેલી સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા કર્યા બાદ લૂંટારૂઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

yppp 5 થરાદ:લૂંટના ઈરાદે બોલેરો ચાલક પર હુમલો,સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા બોલેરો ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.જ્યાં તેની હાલત સુધારા પર છે.