Not Set/ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન મામલે હાઈકોર્ટમાં ફેબ્રુઆરીમાં હાથ ધરાશે સુનાવણી

અમદાવાદ, રાજ્યમાં સિંહોના રક્ષણ માટે ખાસ નીતિ બનાવવાની માંગણી સાથે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી થઇ હતી, જેમાં ગિરનાર અભયારણ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રવાસન નીતિને હાઇકોર્ટમાં પડકારાઇ હતી. દેશમાં વાઘ કરતા સિંહોની સંખ્યા ઓછી હોવા છતાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારે નીતિ નહીં બનાવી હોવાની જાહેર હીતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. […]

Ahmedabad Gujarat Trending
49301 gujarathighcourt pti સિંહોના સંરક્ષણ અને સંવર્ધન મામલે હાઈકોર્ટમાં ફેબ્રુઆરીમાં હાથ ધરાશે સુનાવણી

અમદાવાદ,

રાજ્યમાં સિંહોના રક્ષણ માટે ખાસ નીતિ બનાવવાની માંગણી સાથે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી થઇ હતી, જેમાં ગિરનાર અભયારણ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રવાસન નીતિને હાઇકોર્ટમાં પડકારાઇ હતી.

દેશમાં વાઘ કરતા સિંહોની સંખ્યા ઓછી હોવા છતાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારે નીતિ નહીં બનાવી હોવાની જાહેર હીતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી.

Asiatic Lions gujarat hc unhappy with lion deaths to demand answers from state and center 0 સિંહોના સંરક્ષણ અને સંવર્ધન મામલે હાઈકોર્ટમાં ફેબ્રુઆરીમાં હાથ ધરાશે સુનાવણી
gujarat-The hearing will be held in the High Court in February for the protection and enrichment of the lions

ભારત સરકારે વાઘના સંરક્ષણ માટે નીતિ બનાવી પણ રાજ્ય સરકારે સિંહોના સંરક્ષણ માટે નીતિ નથી બનાવી તેવો આક્ષેપ અરજદાર દ્વારા લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં નેશનલ લેવલ conservation authority બનાવવા અરજદારની માંગણી હતી.

સિંહોનું સંરક્ષણ થાય અને પ્રવાસન પણ બને તે માટે યુનિફોર્મ પોલીસીની અરજદારે માંગણી કરી હતી. આ સિવાય ગિરનાર અભયારણ્ય માટે જાહેર કરેલી પ્રવાસન નીતિના અમલ પર રોકની પણ માંગણી કરાઈ હતી અને હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સહિતના પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી હતી.

જો કે ત્યારબાદ હવે ફેબ્રુઆરી મહિનામાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.

બીજી તરફ આ જ મામલે ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે થયેલા મોતને મૂદ્દે  રેલવે મંત્રાલયએ  ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું, તેમાં ગીર અભયારણ્ય માર્ગ પર ચાલતી ટ્રેનની અડફેટે આવતા હોવાની વાતને રેલવે મંત્રાલય સ્વીકારી હતી.

Lion Cub સિંહોના સંરક્ષણ અને સંવર્ધન મામલે હાઈકોર્ટમાં ફેબ્રુઆરીમાં હાથ ધરાશે સુનાવણી
gujarat-The hearing will be held in the High Court in February for the protection and enrichment of the lions

પીપાવાવ પોર્ટમાં માલસામાનની હેરફેર કરતી વખતે  ઘણીવાર સિંહો અડફેટમાં આવી જતા હોવાની વાતને પણ રેલવે મંત્રાલય સ્વીકારી હતી. સિંહોના આવનજાવનના માર્ગમાં ઈમરજન્સી બ્રેક ઉપયોગ કરવાનું નિર્દેશો આપ્યા હોવાનું રેલવે મંત્રાલયનું નિવેદન આપવામાં આવ્યું હતું.

અભયારણ્ય વિસ્તારમાં ૪૫ કિમી પ્રતિ કલાક થી વધુ ઝડપે ટ્રેન નહીં ચલાવવા અંગે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. સિંહોના અકાળે મોતના મામલે રાજ્ય સરકાર પણ પોતાનું સોગંદનામું રજૂ કરશે.