Not Set/ સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપી છે. 8,9 અને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે અમદાવાદમાં 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ […]

Ahmedabad Top Stories Gujarat
aaae સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપી છે. 8,9 અને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે અમદાવાદમાં 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

હાલમાં બંગાળની ખાડીમાં રવિવારે સર્જાયેલુ લો પ્રેસર હાલમાં બેસ માર્ક-લોપ્રેસરમાં ફેરવાયું છે. જે આગામી 48 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાયા બાદ શુક્રવારથી ત્રણ ચાર દિવસ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, બોટાદ, દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયસભામાં ભારેથી અતિભારે અને કોઇક સ્થળે અતિશય ભારે વરસાદ વરસી જવાનો સંકેત હવામાન વિભાગની રાજય સ્થિત અમદાવાદની વડી કચેરી દ્વારા દર્શાવવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરાસદની આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.