Not Set/ ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર, 84.17 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ.12 સાયન્સ, સેમેસ્ટર સિસ્ટમ અને ગુજકેટનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે.આજે સવારે આઠ વાગે બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબરથી પરિણામ જાણી શકે. સ્કૂલોમાં સવારે 10 વાગ્યા બાદ માર્કશીટ પણ આપવામાં આવશે. જણવીએ કે ગયા વર્ષે ધોરણ.12 સાયન્સમાં રાજ્યમાંથી કુલ 1.34 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી […]

Top Stories Ahmedabad Gujarat
trp 4 ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર, 84.17 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ.12 સાયન્સ, સેમેસ્ટર સિસ્ટમ અને ગુજકેટનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે.આજે સવારે આઠ વાગે બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબરથી પરિણામ જાણી શકે. સ્કૂલોમાં સવારે 10 વાગ્યા બાદ માર્કશીટ પણ આપવામાં આવશે. જણવીએ કે ગયા વર્ષે ધોરણ.12 સાયન્સમાં રાજ્યમાંથી કુલ 1.34 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પ્રેસ કોન્ફરન્સ કરી ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ આવ્યું છે.આ રિઝલ્ટમાં 71.83 % વિદ્યાર્થી, 72.01 % વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થયાં છે.

રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47% પરિણામ આવ્યું છે.છોટા ઉદેપુર જિલ્લાનું 29.81% સૌથી ઓછું પરિણામ આવ્યું છે.

ગુજરાતી માધ્યમનું 71.09 % તો અંગ્રેજી માધ્યમનું 75.13 % પરિણામ આવ્યું છે.

35 ટકા શાળાઓનું 100 % પરિણામ આવ્યું છે.

બોટાદ જિલ્લો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં રાજ્યમાં બીજા ક્રમે.

આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થયું છે .જેમાં રાજકોટ રાજ્યમાં પહેલા નંબરે આવ્યું છે ત્યારે બોટાદ જિલ્લામાં 84.12 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવ્યો છે જે બોટાદ માટે ગૌરવ લેવાની બાબત કહી શકાય જેમાં જો વાત કરવામાં આવે તો જિલ્લામાં કુલ 907 વિધાર્થી માંથી 763 વિધાર્થી પાસ થયા છે .પરંતુ A1 ગ્રેડ માં એકપણ વિધાર્થી આવ્યો નથી જે એક દુઃખદ વાત કહેવાય તો A2 માં 19, B1માં 79, B2 માં 167 C1 માં 235 C2 માં 218 અને D માં 45 વિધાર્થી ઓ નો સમાવેશ થાય છે..

 

આ રીતે જોઈ શકાશે પરિણામ

પહેલા બોક્ષમાં તમારો રોલ નંબર નોંધ : A અથવા B પછી કોઈ સ્પેસ ન મૂકવી.

બીજા બોક્ષમાં ધોરણ-12 અથવા GCETનો વિકલ્પ પસંદ કરો.

ત્રીજા બોક્ષમાં સંખ્યાનો સરવાળો મુકવો.

See Your Results જોતા જ તમારું રિઝલ્ટ નવા બોક્ષમાં ખુલી જશે.

જણાવીએ કે તેમે તેમાર આ રિઝલ્ટની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.