Gujrat/ ગુજરાત : રાજ્યમાં બદલીઓનો દોર શરૂ, 50 IAS અધિકારીઓની સાગમટે બદલી, 11 જિલ્લામાં નવા કલક્ટરોની કરાઈ નિમણૂંક

ગુજરાતમાં બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગળવારની મોડી રાતે બદલીઓના આદેશ આપ્યા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 77 1 ગુજરાત : રાજ્યમાં બદલીઓનો દોર શરૂ, 50 IAS અધિકારીઓની સાગમટે બદલી, 11 જિલ્લામાં નવા કલક્ટરોની કરાઈ નિમણૂંક

ગુજરાતમાં બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગળવારની મોડી રાતે બદલીઓના આદેશ આપ્યા છે. મહેસૂલ વિભાગમાં મામલતદાર અને કલેકટરોની બદલી અને પોસ્ટિંગ બાદ રાજ્યમાં 50 IAS અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી. અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં DDO અને 11 જિલ્લામાં નવા કલકેટરોની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે વડોદરા કલેકટર એ.બી. ગોરની CM કાર્યાલયમાં બદલી થઈ.

ગુજરાતમાં જિલ્લા કલેકટરો સાથે જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી થઈ.રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં જિલ્લા કલેકટર એચ.કે. કોયાની બદલી કરવામાં આવી અને તેમના સ્થાન પર નવા કલેક્ટર તરીકે એમ.કે. દવેની નિમણૂક કરવામાં આવી છે. પ્રવાસન વિભાગના MD ડૉ. સૌરવ પારધીની બદલી થઈ જ્યારે DDO સુરભી ગૌતમની ICDSમાં કરાઈ બદલી કરવામાં આવી. ઉપરાંત વલસાડ કલેક્ટરની નવસારી કલેક્ટર તરીકે બદલી કરાઈ તો બનાસકાંઠા DDOની રાજકોટ ડેપ્યુટી કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી.

નવસારીના કલેક્ટર ખેડાના કલેક્ટર બન્યા. ટુરિઝમના MD આયુષ સંજીવને સુરતના કલેક્ટર બનાવાયા. જ્યારે રાજકોટના ડેપ્યુટી કમિશ્નરને છોટાઉદેપુરના કલેક્ટર બનાવવામાં આવ્યા. જામનગરના કલેક્ટરની વડોદરા કલેક્ટર તરીકે બદલી થઈ. અને AMCના ડે. કમિશ્નરને મહીસાગરના કલેક્ટર બનાવાયા. મોરબીના DDOને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા જ્યારે કિરણ ઝવેરીને મોરબીના કલેક્ટર બનાવવામાં આવ્યા.

રાજ્યના 50 IAS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી. જેમાં વિભાગમાંથી મોટાભાગના DDO અને કલેક્ટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યાની દ્વારકા કલેક્ટર તરીકે બદલી કરાઈ. તો જામનગર કલેક્ટર બી.એ. શાહની વડોદરા કલેક્ટર તરીકે અને નવસારી કલેક્ટર પ્રકાશ યાદવની ખેડા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી.

ગૃહ વિભાગના સેક્રેટરીની દાહોદ કલેક્ટર તરીકે બદલી કરાઈ. તો રાજકોટ કોર્પો. ડે. કમિશ્નરની છોટા ઉદેપુર કલેક્ટર તરીકે અને અમરેલી DDOની શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી. જ્યારે મોરબીના DDOની ગીર સોમનાથના કલેક્ટર તરીકે અને શિક્ષણ વિભાગના ડાયરેક્ટર પી.બી. પંડ્યાને અમરેલી DDO બનાવવામાં આવ્યા. આરોગ્ય વિભાગના ડે. સેક્રેટરીને ગીર સોમનાથના DDO બનાવાયા અને મહિલા-બાળ વિભાગના ડે. સેક્રેટરીને મહેસાણાના DDO બનાવવામાં આવ્યા.

આવતીકાલે 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ થવાનું છે. બજેટને લઈને સમિતિ દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. બજેટ પહેલા ગુજરાતમાં મહેસૂલ વિભાગ અને સામાન્ય વિભાગ દ્વારા બદલીના આદેશોને લઈને અધિકારીઓમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો. સંભવત આ બદલીઓ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.


આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિર/અયોધ્યાને મળી નવી આઠ ફલાઇટ,આ શહેરોમાંથી નિયમિત ફલાઇટ ઉડાન ભરશે

આ પણ વાંચો:INDIAN NAVY/ભારતીય નૌકાદળનું વધુ એક સફળ ઓપરેશન,શ્રીલંકાના જહાજને ચાંચિયાઓથી બચાવ્યું

આ પણ વાંચો:મદ્રાસ હાઇકોર્ટ/મંદિર બહાર બોર્ડ લગાવી દો, ગેરહિન્દુઓનો પ્રવશે પ્રતિબંધ- મદ્રાસ હાઇકોર્ટ