Not Set/ સરકાર દ્વારા ૬૩૮ ખનીજ બ્લોકની કરાશે ઓનલાઈન હરાજી

ગાંઘીનગર, રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ખનીજ ચોરીને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ખનિજ ચોરીને અટકાવવા ખનીજ બ્લોકના લીઝની ઓનલાઈન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના ભાગરૂપે રાજ્યના ૩૨ જિલ્લના ૬૩૮ ખનીજ બ્લોકની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. ગીર સોમનાથના જિલ્લાને બાદ કરતા રાજ્યના તમામ ૩૨ જિલ્લાઓમાં ખનન […]

Gujarat
kj સરકાર દ્વારા ૬૩૮ ખનીજ બ્લોકની કરાશે ઓનલાઈન હરાજી

ગાંઘીનગર,

રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ખનીજ ચોરીને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ખનિજ ચોરીને અટકાવવા ખનીજ બ્લોકના લીઝની ઓનલાઈન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના ભાગરૂપે રાજ્યના ૩૨ જિલ્લના ૬૩૮ ખનીજ બ્લોકની ઓનલાઈન હરાજી કરવામાં આવશે.

ગીર સોમનાથના જિલ્લાને બાદ કરતા રાજ્યના તમામ ૩૨ જિલ્લાઓમાં ખનન માટે નીલામી હાથ ધરવામાં આવશે. જયારે ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યું છે, કારણ કે આ વિસ્તાર જંગલ વિસ્તારમાં આવે છે અને ત્યાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ બાદ જ ખનન માટે પરવાનગી આપવામાં આવશે.

જયારે કોઈ ખેતીલાયક કે પ્રાઇવેટ જમીન હશે. ત્યારે ખેડૂત તેમજ જે તે વ્યક્તિની પરવાનગી બાદ હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ હરાજીની પ્રક્રિયા દરમિયાન જો ખેડૂતને ફાયદો થતો હશે. ત્યારે જ આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.

બીજી બાજુ સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે, મોટી ખનીજપેદાશોના ખનન મામલે રાજ્ય સરકાર દ્વારા ૩૦ વર્ષ માટે ત્રણ બ્લોકમાં હરાજી કરવામાં આવશે. આ હરાજી દ્વારા રોયલ્ટી સ્વરૂપે સરકારને ૬૦૦૦ કરોડ રૂપિયાની ઇન્કમ થવાની સંભાવના છે અને ખનિજ ચોરી પર અંકુશ આવશે.

પરંતુ સરકારના આ દાવાઓ સામે વિધાનસભામાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તેમજ કેટલાક નિષ્ણાંત લોકો સવાલો ઉભા કર્યા છે. વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે, ખાણ-ખનીજના નિયમો જો બરાબર હોય તો જે લીઝની મુદત પુરી થાય તેની હરાજી કરવી જોઇએ પણ સરકાર તેને રીન્યુ કરી મુદત લાંબાવી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખનીજની લીઝ માટે સુપ્રિમ કોર્ટે બનાવેલ નિયમોનું પાલન સરકાર કરતી નથી