Not Set/ વીજ ચોરી કરવી ભારે પડી, કોર્ટે ફટકારી 3 વર્ષની સખત કેદની સજા

અમદાવાદ,   વીજ ચોરી કરનારાઓ પર કાયદાકીય સંકજો વધુ મજબુત બન્યો છે.અમદાવાદમાં વીજ ચોરી કરનાર એક વ્યક્તિને સેશન્સ કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી છે. મળતી માહિતી પ્રમાણે 2006માં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રાજરતન સોસાયટીમં રહેતા મહેન્દ્ર પટેલ વીજ ચોરી કરતા હતા.તેમની વીજ ચોરી કંપનીના ધ્યાનમાં આવતા તેમની સામે પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી.પોલિસે વીજ ચોરી કરતાં […]

Ahmedabad Gujarat
yyyh 8 વીજ ચોરી કરવી ભારે પડી, કોર્ટે ફટકારી 3 વર્ષની સખત કેદની સજા

અમદાવાદ,  

વીજ ચોરી કરનારાઓ પર કાયદાકીય સંકજો વધુ મજબુત બન્યો છે.અમદાવાદમાં વીજ ચોરી કરનાર એક વ્યક્તિને સેશન્સ કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી છે.

મળતી માહિતી પ્રમાણે 2006માં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રાજરતન સોસાયટીમં રહેતા મહેન્દ્ર પટેલ વીજ ચોરી કરતા હતા.તેમની વીજ ચોરી કંપનીના ધ્યાનમાં આવતા તેમની સામે પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી.પોલિસે વીજ ચોરી કરતાં મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ કરીને તેમની ધરપકડ કરી હતી.

મહેન્દ્ર પટેલ સામે કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે તેમને વીજ ચોરીના  દોષિત માન્યા હતા.ઇલેક્ટ્રીક કંપની તરફથી વકિલ શૈલેષ ભદોરિયાની દલીલો માન્ય રાખી મહેન્દ્ર પટેલને સજા ફટકારી હતી.

વીજ ચોરી કરવાના કેસમાં સીટી સિવિલ સેશન્સ કોર્ટેનો મહત્વનો ચુકાદો આપ્યો છે.ઓઢવ ખાતેના વીજચોરીના કેસમાં કોર્ટે  વીજ ચોરી કરતા આરોપી  મહેન્દ્ર પટેલને  3 વર્ષ  જેલ ની સજા,અને 6 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે.અને જો આરોપી દંડ ન ભરે તો વધુ તેણે 1 વર્ષ સખત કેદની સજા ભોગવવાની રહેશે.

કોર્ટે આ ચુકાદો આપતા કહ્યુ કે  ગેરકાયદેસર વીજ જોડાણ કરી વીજ ચોરી કરવી એ ગંભીર બાબત છે.અને સમાજમાં દાખલો બેસાડતુ આ જજમેન્ટ સમયે કોર્ટે એમ પણ કહ્યુ કે  ગેરકાયદેસર વીજ ચોરી થતી અટકાવવા આવી સજા જ યોગ્ય છે..

આ કેસની જો વાત કરીએ તો  વર્ષ 2006માં ઓઢવના રાજ રત્ન સોસાયટીમાં રહેતા મહેન્દ્ર પટેલ સામે વીજ કંપનીએ  ચોરીનો કેસ કર્યો હતો.આરોપીએ બોરનુ કનેક્શન લીધુ હતુ.અને ત્યારબાદ તેમાંથી ગેરકાયદેસર ટેન્કરો ભરવાનુ કામ ચાલતુ હતુ ઉપરાંત 3 લાખ જેટલુ વીજબીલ તેઓએ ન ભરતા ત્યા વીજ કનેક્શન કાપી લેવાયુ હતુ. અને ત્યારબાદ આરોપીએ કપાયેલા કનેક્શનમાં ગેરકાયદેસર જોઈન્ટ મારી વીજળીની મોટે પાયે ચોરી કરી હતી.

વીજ કંપનીના વકીલનુ કહેવુ હતુ કે રોજના 19 જેટલા એસી ચાલી શકે તેટલી રોજની વીજચોરી આરોપી દ્વારા કરવામા આવતી હતી.આજે કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવુ જજમેન્ટ આપતા વીજચોરી કરતા ઈસમો સામે લાલબત્તી સમાન ચુકાદો સામે આવ્યો છે.

આ કેસમા પાવર કંપનીના વકીલ  શૈલેશ ભદોરીયાએ જણાવ્યુ કે 19 વર્ષ બાદ આ ચુકાદો સામે આવ્યો છે જેમાં આરોપી દ્વારા બોરના કનેક્શનમાં ગેરકાયદેસર ટેન્કરો ભરવાનુ કામ ચાલતુ હતુ. આ જગ્યામાં અગાઉ વીજ કનેક્શન કાપી લેવાયુ હતુ. ત્યા આશરે 3 લાખ જેટલુ વીજબીલ નહી ભરતા કનેક્શન કાપી નાખવામા આવ્યુ હતુ. તે કપાયેલા કનેક્શનને તેઓએ ગેરકાયદેસર જોઈન્ટ કરી ચલાવતા પકડાઈ ગયા હતા. અને ત્યા વીજ કંપનીએ રેડ કરી હતી.

આ કેસમાં સરકારી વકીલ  રમેશભાઈ પટણીએ જણાવ્યુ કે  3 વર્ષની સજા અને 3 ગણો દંડ રકમ 6 લાખથી વધુ  અને જો દંડ ન ભરે તો વધુ 1માસની સખત કેદની સજા આરોપીને કરવામા આવી છે અને  ઈલેકટ્રીસીટીના ઈતીહાસમાં આ સારામાં સારો કેસ હતો. આનાથી સમાજમાં દાખલો બેસસે કે વીજચોરીની પણ આવી સજા થાય છે.