Not Set/ ટ્રેનમાં નેતાઓની મિમિક્રી કરવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

રેલ્વે પોલીસ ફોર્સ દ્વારા સુરતથી અવિનાશ દુબે નામક એક રમકડાવાળાની ધરપકડ કરી છે. જે છેલ્લા ઘણા દિવસોથી રમકડાં વેચવાના રસપ્રદ અંદાજના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. બનારસનો રહેવાસી આ રમકડાંવાળા ટ્રેનમાં રમકડા વેચતા સમયે નેતાઓની મિમિક્રી કરતો હતો. તેના પછી તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાસ્તવમાં,આરપીએફે અવિનાશ પર ટ્રેનમાં ગેરકાયદેસર રીતે […]

Top Stories Gujarat Surat
dgbfgvm 7 ટ્રેનમાં નેતાઓની મિમિક્રી કરવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

રેલ્વે પોલીસ ફોર્સ દ્વારા સુરતથી અવિનાશ દુબે નામક એક રમકડાવાળાની ધરપકડ કરી છે. જે છેલ્લા ઘણા દિવસોથી રમકડાં વેચવાના રસપ્રદ અંદાજના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. બનારસનો રહેવાસી આ રમકડાંવાળા ટ્રેનમાં રમકડા વેચતા સમયે નેતાઓની મિમિક્રી કરતો હતો. તેના પછી તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વાસ્તવમાં,આરપીએફે અવિનાશ પર ટ્રેનમાં ગેરકાયદેસર રીતે ઘુસવા, જોર જોરથી અવાજ કરવા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા સહિત અન્ય બાબતો પર એફઆઈઆર નોંધી છે. અવિનાશ પર ગેરકાયદેસર રીતે વસ્તુઓ વેચવાની બાબતમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે.

લગભગ છ મિનિટના વાયરલ વિડીયોમાં અવિનાશ તેના રસપ્રદ અંદાજથી લોકો માટે આરામથી રમકડાં વેચી રહ્યો છે.રમકડાંવાળો કોઈ ટ્રેનના એસી કોચમાં રમકડાં વેચી રહ્યો હતો, જ્યારે કોઈએ તેનો વિડીયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો,

જો કે, સોશિયલ મીડિયા પર લોકો આ રમકડાંવાળાની પ્રશંસા કરતા જોવા મળ્યા છે. વિડીયોમાં જ્યારે રમકડાંવાળાને પૂછવામાં આવ્યું કે તમારું નામ શું ત્યારે તેણે કહ્યું, ‘મારું નામ અવિનાશ દુબે છે, જોવો નહીં, 5-6 ને અહીં જ લઈ ડૂબે. મારા નામમાં જ પ્રોબ્લેમ છે.

મળતી માહિતી અનુસાર બનારસનો રહેવાસી અવિનાશ દુબે વલસાડ આવ્યો હતો અને અહિયાં સૂરતમાં ટ્રેનોમાં રમકડાં વેચવાનું કામ કરતો હતો.