Not Set/ ડીજી લોકરમાં રાખેલા દસ્તાવેજો પોલીસ નથી રાખતી માન્ય : રાજ્ય સરકારે કર્યો આદેશ

ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોના ડિજિટલ રેકોર્ડને માન્ય રાખવા બાબતે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવા છતાં ગુજરાતમાં તેની અવગણના થવાના મુદ્દે રાજ્ય સરકારે પણ ડિજિટલ રેકોર્ડ માન્ય રાખવાનો આદેશ જાહેર કરવાની ફરજ પડી છે. તાજેતરમાં જ રાજ્યના વાહનવ્યવહાર વિભાગે ડ્રાઈવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોના ડીજી લોકર અને એમ પરિવહન એપના પ્લેટફોર્મ દ્વારા રજૂ થતાં […]

Top Stories Gujarat
111 2 ડીજી લોકરમાં રાખેલા દસ્તાવેજો પોલીસ નથી રાખતી માન્ય : રાજ્ય સરકારે કર્યો આદેશ

ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોના ડિજિટલ રેકોર્ડને માન્ય રાખવા બાબતે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવા છતાં ગુજરાતમાં તેની અવગણના થવાના મુદ્દે રાજ્ય સરકારે પણ ડિજિટલ રેકોર્ડ માન્ય રાખવાનો આદેશ જાહેર કરવાની ફરજ પડી છે.

તાજેતરમાં જ રાજ્યના વાહનવ્યવહાર વિભાગે ડ્રાઈવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોના ડીજી લોકર અને એમ પરિવહન એપના પ્લેટફોર્મ દ્વારા રજૂ થતાં પેપર્સને કાયદાકીય મંજૂરી આપી છે.

traffic police 640x426 e1540989333124 ડીજી લોકરમાં રાખેલા દસ્તાવેજો પોલીસ નથી રાખતી માન્ય : રાજ્ય સરકારે કર્યો આદેશ

ટ્રાફિક પોલીસ અને વાહનવ્યવહાર વિભાગ તંત્ર બંને એપ પર મૂકેલા દસ્તાવેજો માન્ય નહીં રાખતાં હોવાની અનેક ફરિયાદો કેન્દ્ર સરકારના વાહનવવ્યવહાર વિભાગને મળી હતી. રાજ્યભરમાંથી 2.52 લાખ લોકો ડીજી લોકરનો ઉપયોગ કરે છે.

અકસ્માતનો ગુનો કરનાર વાહનચાલકનું લાઈસન્સ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સીઝ કરવામાં આવશે. આવા કિસ્સામાં સંબંધિત એજન્સી તેના લાઈસન્સને વાહન કે સારથી ડેટાબેઝ પરથી ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં મેળવશે. તેથી આ દસ્તાવેજોને ફિઝિકલ સ્વરૂપમાં સીઝ કરવાની જરૂર રહેશે નહીં તેવો પણ આદેશ પરિપત્રમાં કરાયો છે.