Not Set/ ધ્રાંગધ્રાની સબજેલમાંથી એસઓજીએ કેદી પાસેથી બે મોબાઈલ જપ્ત કર્યા

અમદાવાદ: ધ્રાંગધ્રા સબજેલમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર જુદી જુદી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાયા કરે છે. આ સંજોગોમાં ફરી એક વખત સુરેન્દ્રનગર પોલીસની એસઓજીની ટીમ દ્વારા સબજેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સબજેલમાં રહેલા કાચાકામના કેદીના કબજામાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે.  જેના કારણે સબજેલના કર્મચારીઓ આને કેદીઓ વચ્ચે ચાલતી સાંઠગાંઠ વધુ એક વખત ખુલીને સામે […]

Top Stories Gujarat Others Trending
two mobile phone found from dhangadhra sub jail

અમદાવાદ: ધ્રાંગધ્રા સબજેલમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર જુદી જુદી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાયા કરે છે. આ સંજોગોમાં ફરી એક વખત સુરેન્દ્રનગર પોલીસની એસઓજીની ટીમ દ્વારા સબજેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સબજેલમાં રહેલા કાચાકામના કેદીના કબજામાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે.  જેના કારણે સબજેલના કર્મચારીઓ આને કેદીઓ વચ્ચે ચાલતી સાંઠગાંઠ વધુ એક વખત ખુલીને સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર પોલીસની એસઓજીની ટીમના પીએસઆઈ એમ. બી. સોલંકીને માહિતી હતી કે, ધ્રાંગધ્રા સબજેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે અંગે પીએસઆઈ સોલંકીએ પોતાની ટીમને લઈને ધ્રાંગધ્રા સબજેલમાં ગુરુવારે બપોરના સમયે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન સબજેલના બેરેક-1 માં રહેતા કાચાકામના કેદીઓ એવા જયપાલસિંહ પ્રવિણસિંહ સોલંકી (રહે. ઝીંઝુવાડા) અને ગજેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા (રહે. ઝીંઝુવાડા) પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી એક મોબાઈલ ફોનનું ચાર્જર પણ મળી આવ્યું હતું.

આ મામલે એસઓજીની ટીમ દ્વારા બંને કાચાકામના કેદીઓ સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત સબજેલમાં મોબાઈલ ફોન પહોંચાડનારા અન્ય બે અજાણ્યા ઈસમો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ધ્રાંગધ્રા સબજેલમાંથી મોબાઈલ ફોન, ચાર્જર, તીક્ષ્ણ હથિયાર, વિદેશી દારૂ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હતી. હાલ તો ધ્રાંગધ્રાની સબજેલમાંથી મળી આવેલા બે મોબાઈલ ફોન અને એક ચાર્જર કોની રહેમનજર હેઠળ જેલમાં કેદી સુધી પહોંચ્યા હતા તે અંગેની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.