Not Set/ ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાકાળમાં ભરી તીજોરી, કરોડોની કરી આવક

દુનિયાનાં આજે કોરોના નામની મહામારી સામે લડી રહી છે. ત્યારે આ મહામારીનાં કારણે લોકોની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડી છે.

Ahmedabad Gujarat
11 380 ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાકાળમાં ભરી તીજોરી, કરોડોની કરી આવક
  • કોરોનામાં કરોડોની આવક
  • કોરોના કાળમાં ગુજ.યુનિની. ભરાઈ તીજોરી
  • પરીક્ષા ફી અને લેટ ફી પેટે રૂ.10 કરોડ લીધા
  • છેલ્લા 4 મહિનામાં પરીક્ષા ફી પેટે ઉઘરાવ્યા 3 કરોડ
  • 5 હજાર વિદ્યાર્થીઓએ 50 લાખથી વધુ લેટ ફી ભરી

દુનિયાનાં આજે કોરોના નામની મહામારી સામે લડી રહી છે. ત્યારે આ મહામારીનાં કારણે લોકોની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડી છે. વળી તેમા મોંઘવારીનો માર સામાન્ય જનતાને રડાવી રહ્યો છે. ત્યારે એક એવી સ્થિતિ કે જેમા સામાન્ય જનતાને Survive કરવુ મુશ્કેલ હતુ તેવી સ્થિતિમાં ગુજરાત રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસેથી તોતિગ પરીક્ષા ફી અને લેટ ફી લીધી છે.

રાહતનો શ્વાસ / દેશમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકમાં ઘટાડો, આગામી 100 થી 125 દિવસ નિર્ણાયક

આપને જણાવી દઇએ કે, કોરોનાકાળમાં પણ ગુજરાત યુનિવર્સિટીએ તીજોરી ભરવાનું છોડ્યું નથી. યુનિવર્સિટીએ પરીક્ષા ફી અને લેટ ફી પેટે વિદ્યાર્થીઓ પાસેથી 10 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. કોરોના શરૂ થતાં મોટા ભાગનું શિક્ષણકાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યું હતું તેમજ પરીક્ષા પણ ઓનલાઇન લેવામાં આવી હતી, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા ભલે ઓનલાઈન લીધી, પણ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી અને લેટ ફી તો ઊઘરાવી જ લીધી. 1 એપ્રિલ 2020 થી અત્યાર સુધી અંદાજે રૂપિયા 10 કરોડ જેટલી ફી ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનાં નામે જ ઊઘરાવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની 2 પરીક્ષા યોજાઈ છે, જેમાં પરીક્ષા ફી અને લેટ ફી લેવામાં આવી છે. કોરોનાકાળમાં પણ લાખો રૂપિયાની લેટ ફી વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટીએ ઊઘરાવી છે.

દુર્ઘટના / ઉત્તરાકાશીમાં વાદળ ફાટવાના કારણે 3 ના મોત ,અને 4 લોકો લાપતા થયા

ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા વિભાગનાં અધિકારીનાં જણાવ્યા અનુસાર, 2020 નાં એપ્રિલથી અત્યાર સુધીમાં લાખો વિદ્યાર્થીની 2 પરીક્ષા લેવામાં આવી છે. 2 પરીક્ષા પૈકી એક પરીક્ષા માટે અલગ-અલગ સ્ટ્રીમમાં 175થી 225 રૂપિયા સુધીની પરીક્ષા ફી લેવામાં આવી હતી. અંદાજિત 3.30 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ ફી ભરવામાં આવી છે, જેનો આંકડો 6.50 કરોડ કરતા વધુ છે.આ ઉપરાંત કુલ વિદ્યાર્થીઓમાંથી 1.5 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસેથી અલગ-અલગ લેટ ફી લેવામાં આવી છે, 5 હજાર વિદ્યાર્થી પાસેથી 50 લાખ કરતા વધુની લેટ ફી લેવામાં આવી છે. હાલ ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે એની પણ પરીક્ષા ફી અને લેટ ફી લેવામાં આવી છે, જેમાં 1 એપ્રિલ 2021 બાદ પણ 3 કરોડ જેટલી પરીક્ષા ફી ઉઘરાવવામાં આવી છે. આમ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાકાળમાં પરીક્ષા ફી અને લેટ ફી નાં 10 કરોડ જેટલા લેવામાં આવ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…