Not Set/ ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ભરતીનાં નામે ખોટી જાહેરાત આપનાર 4ની ઘરપકડ

ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ભરતીના નામે ખોટી જાહેરાત આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરતા ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.  ચારેય શખ્સ દ્વારા એક જાણીતા ન્યૂઝ પેપરમાં ભરતી મુદ્દે ખોટી જાહેરાત આપવામાં આવી હતી. ચારેય આરોપીઓ પોતે કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટરવેરના જાણકાર […]

Gujarat Others
gnr 1 ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ભરતીનાં નામે ખોટી જાહેરાત આપનાર 4ની ઘરપકડ

ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ભરતીના નામે ખોટી જાહેરાત આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરતા ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.  ચારેય શખ્સ દ્વારા એક જાણીતા ન્યૂઝ પેપરમાં ભરતી મુદ્દે ખોટી જાહેરાત આપવામાં આવી હતી. ચારેય આરોપીઓ પોતે કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટરવેરના જાણકાર હોવાથી છેતરપિંડીનો પ્લાન ઘડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ફલીત થઇ રહ્યું છે.

ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ભરતીનાં નામે એક જાણીતા ન્યૂઝ પેપર માં ખોટી જાહેરાત આપવા આવી હતી. જેમાં ઓફીસ આસિસ્ટન્ટની 460 જગ્યાઓ, એકાઉન્ટન્ટની 244 ની જગ્યાઓ ભરવા માટે અખબારમાં જાહેરાત અપાઈ હતી. પોલીસ દ્વારા ખોટી જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબર પર થી સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં પાટણ ગાંધીનગરનાં ચાર શખ્સો સંડોવાયેલા હોવાની માહિતી બહાર આવી હતી.

તપાસ અધિકારી દ્વારા આ 4 આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. આ 4 આરોપી પોતે કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટરવેર ના જાણકાર હોવાથી આ છેતરપીંડી નો પ્લાન તેમને ઘડ્યો હતો. ગાંધીનગર પોલીસે ધરપકડ કેવલ ઠક્કર ,ધર્મેન્દ્ર રાજગોર રાજ જોશી હિતેન્દ્ર ઠાકોર ની કરાઈ ધરપકડ 300 થી વધુ ઉમેદવારો પાસે થી 55000 ની રકમ ઉઘરાવવામાં આવી ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ના નામે ખોટું હોમપેજ આરોપીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જી યુ ડી એમ ના નામથી બેન્ક એકાઉન્ટ આઈ સી આઈ સી આઈ બેન્ક માં એકાઉન્ટ ગાંધીનગર ની બ્રાન્ચ માં ખોલાવવા માં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.