Not Set/ ભાજપે કરેલ ગાંધીજીના અપમાન બાદ કોંગ્રેસે પ્રતિમાનું કર્યું દૂધ,ગંગાજળથી શુદ્ધિકરણ

વડોદરા, સંસદની કાર્યવાહી નહિ ચાલવા દેવા માટે વિપક્ષને જવાબદાર ગણાવી વિરોધ પક્ષ સામે ગઇકાલે ભાજપે વડોદરામાં પ્રતીક ઉપવાસ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કર્યું હતું. જેને લઇને કોંગ્રેસે શુક્રવારે રાષ્ટ્રપિતાની પ્રતિમાનું ગંગાજળથી શુદ્ધિકરણ કર્યું હતું. સંસદની કાર્યવાહી નહિ ચાલવા દેવાના વિપક્ષ સામે આરોપ લગાવનાર ભાજપે ગુરુવારે રાષ્ટ્રીય સ્તરે ઠેર-ઠેર ધરણા અને પ્રતીક ઉપવાસના કાર્યક્રમો યોજ્યા […]

Gujarat
anish bhanwala gold medal sai ભાજપે કરેલ ગાંધીજીના અપમાન બાદ કોંગ્રેસે પ્રતિમાનું કર્યું દૂધ,ગંગાજળથી શુદ્ધિકરણ

વડોદરા,

સંસદની કાર્યવાહી નહિ ચાલવા દેવા માટે વિપક્ષને જવાબદાર ગણાવી વિરોધ પક્ષ સામે ગઇકાલે ભાજપે વડોદરામાં પ્રતીક ઉપવાસ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કર્યું હતું. જેને લઇને કોંગ્રેસે શુક્રવારે રાષ્ટ્રપિતાની પ્રતિમાનું ગંગાજળથી શુદ્ધિકરણ કર્યું હતું. સંસદની કાર્યવાહી નહિ ચાલવા દેવાના વિપક્ષ સામે આરોપ લગાવનાર ભાજપે ગુરુવારે રાષ્ટ્રીય સ્તરે ઠેર-ઠેર ધરણા અને પ્રતીક ઉપવાસના કાર્યક્રમો યોજ્યા હતા.

anish bhanwala gold medal sai twitter 436x327 51523598950 1 ભાજપે કરેલ ગાંધીજીના અપમાન બાદ કોંગ્રેસે પ્રતિમાનું કર્યું દૂધ,ગંગાજળથી શુદ્ધિકરણ

ઉપવાસ કાર્યક્રમ માટે ગાંધી નગરગૃહ ખાતે ઉપવાસ આંદોલન ભાજપનાં નેતાઓ કરી રહ્યાં હતા. વડોદરામાં ભાજપનાં ઉપવાસ આંદોલન દરમિયાન રાષ્ટ્રપિતા ગાંધીજી પણ ભૂલાઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ તેમની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું હતું. ધરણાં કાર્યક્રમ દરમિયાન બાંધેલા મંડપમાં ગાંધીજીની પ્રતિમાઢાંકી દેવામાં આવી હતી આજુબાજુ મંડપ બાંધી દેવામાં આવ્યો હતો.  આ ઉપવાસ આંદોલન દરમિયાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં છે. વાઘાણીની હાજરીમાં ગાંધીજીનું અપમાન થયું.

ુોલ્પહેો્ ભાજપે કરેલ ગાંધીજીના અપમાન બાદ કોંગ્રેસે પ્રતિમાનું કર્યું દૂધ,ગંગાજળથી શુદ્ધિકરણ

ભાજપે વડોદરામાં પણ ગાંધી નગરગૃહની બહાર ધરણાં કાર્યક્રમ માટે મંડપ બાંધ્યો હતો. જેનાથી ગાંધીજીની પ્રતિમા અડધી ઢંકાઇ જતા વિવાદ સર્જાયો હતો અને ગાંધીજીનું અપમાન થયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. ગાંધીજીનાં અપમાનનાં અહેવાલ મીડિયામાં રજૂ થતાં જ હરકતમાં આવેલાં ભાજપનાં નેતાઓએ મંડપ છોડી દઇ પ્રતિમાને નમન કરવાનું નાટક કર્યું હતું. આ મામલે કોંગ્રેસે શુક્રવારે સવારે ગાંધીજીની પ્રતિમાને ગંગાજળ અને દૂધથી સાફ કરીને ફૂલહાર ચઢાવ્યા હતાં.