Not Set/ વડોદરા: મહિલા તબીબની ઘોર બેદરકારી, સિઝેરિયન બાદ મહિલાના પેટમાં કોટનનો ટુકડો ભૂલી જતા મોત

વડોદરા, લુણાવાડાના મહિલા તબીબની ઘોર બેદરકારી સામે આવી છે. લુણાવડાના આરોહી હોસ્પિટલના તબીબ શૈલા ભુરીયાની બેદરકારીને કારણે મહિલા મોતને ભેટી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતી ગીતાબેન ખાંટને પ્રસૂતિ માટે લુણાવાડામાં સરકારી હોસ્પિટલ કોટેચમાં દાખલ કરવામાં આવી હતી. તેઓ લુણાવાડાના મલેકપુરના વતની છે. જ્યાં એક જ તબીબ હોવાથી તેઓ મહિલાની પ્રસૂતિ કરાવવાનો ઈનકાર કરાવવામાં આવ્યો હતો. […]

Top Stories Gujarat Vadodara
mantavya 185 વડોદરા: મહિલા તબીબની ઘોર બેદરકારી, સિઝેરિયન બાદ મહિલાના પેટમાં કોટનનો ટુકડો ભૂલી જતા મોત

વડોદરા,

લુણાવાડાના મહિલા તબીબની ઘોર બેદરકારી સામે આવી છે. લુણાવડાના આરોહી હોસ્પિટલના તબીબ શૈલા ભુરીયાની બેદરકારીને કારણે મહિલા મોતને ભેટી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતી ગીતાબેન ખાંટને પ્રસૂતિ માટે લુણાવાડામાં સરકારી હોસ્પિટલ કોટેચમાં દાખલ કરવામાં આવી હતી.

mantavya 186 વડોદરા: મહિલા તબીબની ઘોર બેદરકારી, સિઝેરિયન બાદ મહિલાના પેટમાં કોટનનો ટુકડો ભૂલી જતા મોત

તેઓ લુણાવાડાના મલેકપુરના વતની છે. જ્યાં એક જ તબીબ હોવાથી તેઓ મહિલાની પ્રસૂતિ કરાવવાનો ઈનકાર કરાવવામાં આવ્યો હતો. જેથી ગીતાબેનને પ્રસૂતિ માટે આરોહી હોસ્પિટલમા લઈ જવાયા હતા.

mantavya 187 વડોદરા: મહિલા તબીબની ઘોર બેદરકારી, સિઝેરિયન બાદ મહિલાના પેટમાં કોટનનો ટુકડો ભૂલી જતા મોત

જ્યાં ઓપરેશન દરમિયાન બાળકનો જન્મ થયો. પરંતુ મહિલા તબીબ શૈલા ભુરીયાએ ઉતાવળમાં મહિલાના પેટમાં કોટનનો ટુકડો છોડી દીધો હતો. જેના કારણે મહિલાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને સયાજી હોસ્પિટલ ખસેડાઈ હતી.

mantavya 188 વડોદરા: મહિલા તબીબની ઘોર બેદરકારી, સિઝેરિયન બાદ મહિલાના પેટમાં કોટનનો ટુકડો ભૂલી જતા મોત

જ્યાં તબીબોએ ઓપરેશન કરી મહિલાના પેટમાંથી કોટનનો ટુકડો કાઢયો હતો. પરંતુ ગીતાબેન ખાંટનું મોત નિપજ્યું હતું. પરિવારે મહિલા તબીબ ડો.શૈલા ભુરીયા સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહીની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રસુતિ દરમિયાન મહિલાના પેટમાં કોટનનો ટુકડો રહી ગયો હોવાનું બહાર આવ્યું છે. મહિલાને પેટમાં દુખાવો થતાં સયાજી હોસ્પિટલ લવાઈ હતી. જ્યાં.મહિલાનું મોત નિપજતા પરિવારે હોબાળો મચાવી દીધો હતો.