Not Set/ વડોદરા નવલખી રેપ કેસ/ પીડીતાએ આરોપીઓને ઓળખી બતાવ્યા,નરાધમોએ કબુલ્યો ગુનો

વડોદરામાં નવલખી મેદાન પર 14 વર્ષની સગીરા પર ગેંગરેપના કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને પીડીતાએ ઓળખી બતાવ્યા હતા.પીડીતાએ આરોપીઓની ઓળખ કર્યા પછી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.આરોપી કિસન માથાસુરિયા અને જશો સોલંકીને સ્પેશિયલ POCSO કોર્ટના જજ એચ.જી પંડ્યાના આદેશ મુજબ આઠ દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. કિસન માથાસુરિયા અને જશો સોલંકીને સોમવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે […]

Gujarat Vadodara
Untitled 76 વડોદરા નવલખી રેપ કેસ/ પીડીતાએ આરોપીઓને ઓળખી બતાવ્યા,નરાધમોએ કબુલ્યો ગુનો

વડોદરામાં નવલખી મેદાન પર 14 વર્ષની સગીરા પર ગેંગરેપના કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને પીડીતાએ ઓળખી બતાવ્યા હતા.પીડીતાએ આરોપીઓની ઓળખ કર્યા પછી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.આરોપી કિસન માથાસુરિયા અને જશો સોલંકીને સ્પેશિયલ POCSO કોર્ટના જજ એચ.જી પંડ્યાના આદેશ મુજબ આઠ દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે.

કિસન માથાસુરિયા અને જશો સોલંકીને સોમવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા તો પીડિતાએ તરત જ તેમને ઓળખી કાઢ્યા હતા. છોકરી સાથે નવલખી ગ્રાઉન્ડ પર હાજર છોકરાએ પણ આ બંનેની ઓળખની ખરાઈ કરી હતી.

પત્રકારો સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતે જણાવ્યું, “બંને આરોપીએ એ દિવસે શું થયું તેની વિગતો આપી છે. તેમનું વર્ણન સગીરાએ ફરિયાદમાં જે કહ્યું તેને તદ્દન મળતું આવે છે. આ બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.”

પોલીસે બન્ને આરોપીઓના વીર્ય અને લોહીના નમૂના ઉપરાંત નખ અને વાળના સેમ્પલ લીધા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

વડોદરામાં તરસાલીમાં રહેતો કિસન મૂળ આણંદનો છે જ્યારે તળાવ વિસ્તારમાં રહેતો જશો રાજકોટના જસદણ તાલુકાનો છે. બંને દોઢ વર્ષ પહેલા વડોદરા આવ્યા હતા અને આજીવિકા માટે ફૂગ્ગા વેચવાનું ચાલુ કર્યું હતું. કિસન રસ્તા પર બાંધેલી ઝૂંપડીમાં પત્ની અને છ બાળકો સાથે રહે છે.

કપલને ડરાવવા માટે આરોપીએ પોતે પોલીસ હોવાનું તરકટ રચ્યું હતું. આરોપીએ પોતાનો ફોન કાઢીને કોઈ વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે વાતચીત કરતા હોય તેવો દેખાવ કર્યો હતો. તે ફોન પર ‘જી સાહેબ, જી સાહેબ’ બોલતો હતો જેથી કપલ તે સાંભળીને ડરી જાય.તેમની પાસે લાકડી પણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.