Not Set/ બનાસકાંઠાના નેનાવા ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન ગાંજા સાથે 3 આરોપી પકડાયા

પોલીસે ગાંજા સાથે 3 ની કરી ધરપકડ

Gujarat
મપાોક બનાસકાંઠાના નેનાવા ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન ગાંજા સાથે 3 આરોપી પકડાયા

બનાસકાંઠામાં  ગાંજાનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે બુધવારના રોજ ધાનેરા પોલીસ  જ્યારે નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે  દરમિયાન રાજસ્થાન તરફથી લાખો રૂપિયાનો ગાંજો લઈને આવતા 3 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.જિલ્લો રાજસ્થાન પાસે  આવેલો  હોવાના કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં ગુનાહિત ઘટનાઓ સામે આવે છે. ખાસ કરીને રાજસ્થાનના બુટલેગર્સ દ્વારા મોટા પ્રમાણમાં માદક પદાર્થોનું વેચાણ ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લાની ચેક પોસ્ટ પરથી મોટા પ્રમાણમાં દારૂ અને ગાંજો ઝડપાયો છે પોલીસ દ્વારા ગુજરાતની તમામ બોર્ડર પર કડક ચેકિંગ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં માદક પદાર્થો ઝડપાઇ શકે છે.

તમામ ચેક પોસ્ટ પરથી બુટલેગર દ્વારા રોજે રોજ મોટા પ્રમાણમાં માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે બુધવારની સવારે ધાનેરા પોલીસ  નેનાવા ચેક પોસ્ટ  પર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી 3 શખ્સો કારમાં આવી રહ્યા હતા. જેમને ધાનેરા પોલીસ  દ્વારા રોકાવી ગાડીની તલાશી લેવામાં આવતા કારમાંથી 2,459 ગ્રામ ગાંજો જેની કિંમત 6.22 લાખ રૂપિયા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે ધાનેરા પોલીસ  દ્વારા આ ત્રણેય આરોપીઓને ઝડપી લઇને જેલના હવાલે કર્યા છે અને આ ગાંજો રાજસ્થાનથી લાવી કોને આપવાનો હતો, તે દિશામાં તપાસ ધાનેરા પોલીસ  દ્વારા હાથ ધરવામાં આવી છે.આ આરોપીઓની હાલ સઘન પુછપરછ ચાલી રહી છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.