Not Set/ પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, લાશને ખેતરમાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમા ભારે ચકચાર

વલસાડ વલસાડના ધરમપુર રોડ પર આવેલા ફલધાર ગામે રહેતા અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા જયસુખભાઈ રામભાઈ પટેલ અને તેમની પત્ની શોભનાબેન પારડી ખાતે રેમન્ડ કેમ્પનીમા નોકરી કરતી હતી. જેમને રોજ તેમના ઘરે ફલધારથી પારડી લેવા અને મુકવા માટે પારડીના નેવરી ગામનો રીક્ષા ચાલક અજીત ઝવેરભાઈ પટેલ આવતો હતો. રોજબરોજની મુલાકાતના લીધે અજીતને શોભનાથી […]

Gujarat
vlsad.1 પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, લાશને ખેતરમાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમા ભારે ચકચાર

વલસાડ

વલસાડના ધરમપુર રોડ પર આવેલા ફલધાર ગામે રહેતા અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા જયસુખભાઈ રામભાઈ પટેલ અને તેમની પત્ની શોભનાબેન પારડી ખાતે રેમન્ડ કેમ્પનીમા નોકરી કરતી હતી. જેમને રોજ તેમના ઘરે ફલધારથી પારડી લેવા અને મુકવા માટે પારડીના નેવરી ગામનો રીક્ષા ચાલક અજીત ઝવેરભાઈ પટેલ આવતો હતો.

રોજબરોજની મુલાકાતના લીધે અજીતને શોભનાથી પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમ એટલી ચરમ સીમાએ પોહચી ગયો હતો કે બન્ને એક બીજા માટે કઈ પણ કરી નાખવા તૈયાર હતા. છેવટે બન્ને પ્રેમી પંખીડાઓએ એક થવાનું નક્કી કરી નાખીયું હતું.

પરંતુ શોભનાના પતિ જયસુખના લીધે તેઓ એક ન થઈ શકતા બન્ને જણાએ રસ્તા માંથી જયસુખ ને હટાવવા માટે કાવતરું રચ્યું. અને મંગળવાર સવારે 6:00 વાગ્યાના, રોજની જેમ અજીત શોભનાને લેવા માટે તેને ઘરે પિયાગો રીક્ષા લઈને આવ્યો હતો.

તેમના પ્લાનિંગ પ્રમાણે તેમને ઘરેથી નીકળતી વખતે શોભનાના પતિ જયસુખ ને પણ તેમની સાથે આવવા કહ્યું. અને ત્રણે જણા તેમના ઘરે ફલધારથી નીકળી વેલવાચ ગામ તરફ જતા હતા. તે દરમ્યાન વેલવાચ અને કોસમ કુવાની વચ્ચે શોભનાએ તેના પતિ જયસુખની આંખોમા મરચાની ભુકિ નાખી જયસુખ ને તીક્ષ્ણ હથિયાર વડે માથા અને મોઢાના ભાગે માર મારતા જયસુખએ બુમાબુમ કરી મૂકી હતી.

vlsd પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, લાશને ખેતરમાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમા ભારે ચકચાર

જેનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા. પરંતુ જયસુખ લોહીથી લથપથ હાલત લાશ જોઈ રીક્ષા ચાલક અજયે પુરપાટ ઝડપે રીક્ષા ભગાવી ત્યાંના હરખીણ ફળિયાથી પટેલ ફળિયાના વચ્ચે એક ખેતરમા લાશને ફેંકી શોભના અને તેનો પ્રેમી અજીત ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.

આ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા પી.એસ.આઈ પંડ્યા અને એફ.એસ.એલના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને શોભનાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.