Not Set/ કન્ટેનર પલટી ખાતા ત્રણ વાહનો દટાયા,8 લોકોને રેસક્યુ કરાયા

ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે વહેલી સવારે ભૂસું ભરીને જઈ રહેલ કન્ટેનર પલટી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ડીસામાં આવેલ ગાયત્રી મંદિર નજીક બની હતી જેમાં કન્ટેનરની નીચે ત્રણ જેટલા વાહનો દટાઈ ગયા હતા. આ દુર્ઘટના બની ત્યારે ત્યાં કેટલાક બાળકો અને અન્ય મુસાફરો પણ હાજર હતા. ત્યારબાદ ડીસાના જીવદયા પ્રેમીઓ અને […]

Gujarat
uh 8 કન્ટેનર પલટી ખાતા ત્રણ વાહનો દટાયા,8 લોકોને રેસક્યુ કરાયા

ડીસા,

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે વહેલી સવારે ભૂસું ભરીને જઈ રહેલ કન્ટેનર પલટી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ડીસામાં આવેલ ગાયત્રી મંદિર નજીક બની હતી જેમાં કન્ટેનરની નીચે ત્રણ જેટલા વાહનો દટાઈ ગયા હતા. આ દુર્ઘટના બની ત્યારે ત્યાં કેટલાક બાળકો અને અન્ય મુસાફરો પણ હાજર હતા. ત્યારબાદ ડીસાના જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો સાથે મળી વહીવટીતંત્રએ ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કરી લગભગ આઠ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

uhh કન્ટેનર પલટી ખાતા ત્રણ વાહનો દટાયા,8 લોકોને રેસક્યુ કરાયા

જણાવી દઈએ કે ડીસાથી પસાર થઇ રહેલ નેશનલ હાઇવે નંબર 29 પર એક વાર ફરી મોટી દુર્ઘટનાનો બન્યો સામે આવ્યો છે. વહેલી સવારે ભૂસું ભરીલી કન્ટેનર રાજસ્થાન તરફ જઇ રહી હતી અને તેનું ટાયર ફાટતા ઉથલી પડ્યું હતું. સવારના જ્યારે આ દુર્ઘટના બની ત્યાં દિવસ રાત માણસોની અવાર જવર રહે છે આ  ભરચક રહેતા ગાયત્રી મંદિર ત્રણ રસ્તા નજીક લોકોની ખૂબ જ ઓછી અવરજવર હતી. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે ઘટનાસ્થળ પર એક છકડો રિક્ષા અને ઇકો વાન સ્થળ ઉપર હતી અને કન્ટેઈનરનું ટાયર ફાટતા ઊતરી ગયેલું કન્ટેનર આ બંને વાહનો ઉપર પડતા બંને વાહનો કન્ટેનરમાં ભરેલા ભૂંસા નીચે દટાઈ ગયા હતા. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ બંને વાહનોમાં શાળાના બાળકો અને મુસાફરો મળી કુલ આઠ લોકો સવાર હતા.

uhh 1 કન્ટેનર પલટી ખાતા ત્રણ વાહનો દટાયા,8 લોકોને રેસક્યુ કરાયા

આ ઘટનામાં ત્યાં રહેલ તમામે તમામ લોકો કન્ટેનરમાં ભરેલા ભૂંસાના ઢગલામા દટાઇ ગયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે અહીંથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને ઘટનાની જાણ વહીવટીતંત્રને કરતા વહીવટી તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટના બની ત્યારે ત્યાં હજારો લોકોની ભીડ જમા થઇ ગઈ હતી.

uhh 2 કન્ટેનર પલટી ખાતા ત્રણ વાહનો દટાયા,8 લોકોને રેસક્યુ કરાયા

આપને જણાવી દઈએ કે આ રેસ્ક્યુ ઓપરેશન સતત બે કલાક સુધી ચાલ્યું હતું આ દરમિયાન 6 જેસીબી મશીન અને એક હિટાચી મશીનની મદદથી આઠ લોકોને જીવિત બચાવી લેવામાં સફળતા મળી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

uhh 3 કન્ટેનર પલટી ખાતા ત્રણ વાહનો દટાયા,8 લોકોને રેસક્યુ કરાયા

ડીસા શહેરમાં વહેલી સવારના બનેલી આ દર્દનાક ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. ભૂંસુ ભરેલું જે કન્ટેનર પલટી ખાઇ ગયું તેમાં ઓવરલોડ અને ઓવરવેટ ભૂંસુ ભરવામાં આવ્યું હતું. ત્યારે આ કન્ટેનર આરટીઓની નજરચૂક કરીને ડીસા શહેર સુધી કેવી રીતે પહોંચી તે તપાસનો વિષય છે.