Not Set/ વેરાવળ: દરિયાઈ જીવોને પણ મળશે બિસ્કીટનો પ્રસાદ, જાણો કેમ

વેરાવળ, દેશભરમાં પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ અને જળાશયોના પ્રદુષણ બાબતે લોકો ચિંતીત છે. બીજી બાજુ ગણપતિના ભક્તો પણ પુરી શ્રદ્ધાથી અનોખો ઉપાય શોધતા હોય છે. વેરાવળમાં સતીમા યુવક મંડળ દ્રારા આઠ વર્ષથી અનોખા ઈકોફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે પણ બ્રાન્ડેડ કંપનીના વિવિધ આકાર, જાત અને કલરના બિસ્કીટોના ગણપતિ બનાવવામાં આવ્યા હતા. જ્યારે […]

Gujarat Trending
mantavya 193 વેરાવળ: દરિયાઈ જીવોને પણ મળશે બિસ્કીટનો પ્રસાદ, જાણો કેમ

વેરાવળ,

દેશભરમાં પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ અને જળાશયોના પ્રદુષણ બાબતે લોકો ચિંતીત છે. બીજી બાજુ ગણપતિના ભક્તો પણ પુરી શ્રદ્ધાથી અનોખો ઉપાય શોધતા હોય છે.

વેરાવળમાં સતીમા યુવક મંડળ દ્રારા આઠ વર્ષથી અનોખા ઈકોફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે પણ બ્રાન્ડેડ કંપનીના વિવિધ આકાર, જાત અને કલરના બિસ્કીટોના ગણપતિ બનાવવામાં આવ્યા હતા.

mantavya 195 વેરાવળ: દરિયાઈ જીવોને પણ મળશે બિસ્કીટનો પ્રસાદ, જાણો કેમ

જ્યારે ગણપતીજીની વિસર્જન યાત્રા નીકળશે ત્યારે ભક્તોને તો પ્રસાદ મળે એ સ્વાભાવિક છે. પરંતુ વિસર્જન સમયે જ દરીયાઈ જીવોને પણ બિસ્કીટનો પ્રસાદ આપોઆપ મળશે અને સાથે પ્રદુષણ પણ અટકશે.

mantavya 196 વેરાવળ: દરિયાઈ જીવોને પણ મળશે બિસ્કીટનો પ્રસાદ, જાણો કેમ

આવા ઉમદા હેતુ સાથે આ આયોજન કરાયું છે. વેરાવળ શહેરમાં આકર્ષકનું કેન્દ્ર બનેલા બિસ્કીટના ગજાનન મહારાજના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો સહપરિવાર આવી રહ્યા ત્યારે રાજ્યસભાના સંસદ ચુનિભાઈ ગોહેલ પણ આ આકર્ષક ગણપતિ મહારાજના દર્શનાર્થે આવેલ અને આરતી કરી ધન્ય બન્યા હતા.