Not Set/ VIDEO : PM મોદીની માતા અંગેના રાજ બબ્બરના વિવાદિત નિવેદન બાદ CM રુપાણીએ કર્યો પલટવાર

અમદાવાદ, કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીની માતાની મજાક ઉડાવતા તેઓની તુલના ડોલરની સામે ગગળી રહેલી રૂપિયાની કિંમતો સાથે કરી દીધી હતી, ત્યારે આ વિવાદિત નિવેદન અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ હુમલો બોલ્યો છે. Congress is stooping low, below its dignity & making nasty comments. One should maintain dignity in politics. I condemn this. Comparing RupeeVSDollar […]

Ahmedabad Top Stories Gujarat Trending
CM VIJAY RUPANI e1560335035462 VIDEO : PM મોદીની માતા અંગેના રાજ બબ્બરના વિવાદિત નિવેદન બાદ CM રુપાણીએ કર્યો પલટવાર

અમદાવાદ,

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીની માતાની મજાક ઉડાવતા તેઓની તુલના ડોલરની સામે ગગળી રહેલી રૂપિયાની કિંમતો સાથે કરી દીધી હતી, ત્યારે આ વિવાદિત નિવેદન અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ હુમલો બોલ્યો છે.

તેઓએ કહ્યું હતું કે, “કોંગ્રેસ સતત ચૂંટણી હારવાના કારણે પોતાની ગરિમા ભૂલી ગઈ છે અને આ પ્રકારના નિવેદન આપી રહી છે. તેઓએ પોતાની ગરિમા બનાવી રાખવી જોઈએ”.

તેઓએ વધુમાં કહ્યું, “હું વાતની નિંદા કરું છું. રૂપિયો અને ડોલરની લડતમાં મોદીજીની માતાની તુલના કરવી એ તેઓની માનસિકતા બતાવે છે”.

PM મોદીની માતાની તુલના રૂપિયાની કિંમતો સાથે કરી હતી

Raj Babbar mocks PM Narendra mother Hira Baa age VIDEO : PM મોદીની માતા અંગેના રાજ બબ્બરના વિવાદિત નિવેદન બાદ CM રુપાણીએ કર્યો પલટવાર
gujarat-video-congress-leader-raj-babbar-mocks-pm-modis-mother-age-rupees-price-cm vijay rupani

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્દોર ખાતે આયોજિત એક રેલીને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, “તેઓ (PM મોદી) પોતાના ભાષણોમાં હંમેશાની માટે કહી રહ્યા છે કે, ડોલરના મુકાબલામાં રૂપિયો પ્રધાનમંત્રી (ડો. મનમોહન સિંહ)ની ઉંમરની નજીક સુધી પહોંચી રહી છે છે, ત્યારે પ્રધાનમંત્રી મહોદય, તમે ઈજ્જતથી નામ લીધું ન હતું, પરંતુ અમે એટલું કહેવા માંગીએ છીએ કે હવે રૂપિયો તમારી પૂંજનીય માતાશ્રીની ઉંમર (૯૭ વર્ષ) સુધી પહોંચી રહી છે”