Not Set/ જુનાગઢ: લોક ડાયરામાં કરવામાં આવ્યું હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ

હાલ સોશીયલ મીડિયામાં એક વિડીયો થઈ રહ્યો છે આ વિડીયો એક લોક ડાયરાનો છે જેમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.આ વિડીયો જુનાગઢની હોવાનું સામે આવ્યું છે. જ્યાં લોક ડાયરામાં 2 યુવાનોએ હજારો લોકોની મેદની વચ્ચે ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આપને જણાવી દઈએ કે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક કલાકારની એન્ટ્રી સમયે અનેક […]

Top Stories Gujarat Others
aaaamahi 2 જુનાગઢ: લોક ડાયરામાં કરવામાં આવ્યું હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ

હાલ સોશીયલ મીડિયામાં એક વિડીયો થઈ રહ્યો છે આ વિડીયો એક લોક ડાયરાનો છે જેમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.આ વિડીયો જુનાગઢની હોવાનું સામે આવ્યું છે. જ્યાં લોક ડાયરામાં 2 યુવાનોએ હજારો લોકોની મેદની વચ્ચે ધડાધડ ફાયરિંગ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક કલાકારની એન્ટ્રી સમયે અનેક શખ્સો સ્ટેજ ઉપરથી અને નીચે હજારો લોકોને વચ્ચે હવામાં ફયરીંગ કરતા હોય તેવું દેખાય રહ્યું છે.જૂનાગઢમાં યોજાયેલા એક લોકડાયરામાં બનેલી ઘટના કોઈએ મોબાઈલમાં કેદ કરીને વાયરલ કરતા ભારે ચર્ચા જાગી છે.

સામાન્ય રીતે અત્યાર સુધીમાં લોકડાયરામાં કોઈ કલાકાર ગીત લલકારતો હોય તેવા સમયે લોકો પૈસાનો વરસાદ કરતા હોય છે અને કોઈ સ્થળે કોઈ હથીયારમાંથી ફયરીંગ કરતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે.

આ વીડિયો જુનાગઢના કેશોદના મઢડાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મઢડામાં માતાજી સોનલ આઈના સ્થાનક છે. આ સ્થાનક ચારણ અને ગઢવી સમાજના આસ્થાનું પ્રતીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.