Not Set/ વડોદરા : VMC દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માટે રજૂ કરાયું ૩૮૨૦ કરોડ રૂ.નું બજેટ, ઝીંકાયો ૮૦ કરોડ રૂ.નો વધારે ટેક્ષ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. VMC દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે બજેટમાં કુલ ૩૮૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં ૮૦ કરોડ રૂપિયાનો વધારાનો કર શહેરીજનો પર ઝીકવામાં આવ્યો છે. વિનોદ રાવે બજેટના મુખ્ય વિષયો અંગે માહિતી આપતા […]

Top Stories
KalaGodha વડોદરા : VMC દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માટે રજૂ કરાયું ૩૮૨૦ કરોડ રૂ.નું બજેટ, ઝીંકાયો ૮૦ કરોડ રૂ.નો વધારે ટેક્ષ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. VMC દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે બજેટમાં કુલ ૩૮૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં ૮૦ કરોડ રૂપિયાનો વધારાનો કર શહેરીજનો પર ઝીકવામાં આવ્યો છે.

વિનોદ રાવે બજેટના મુખ્ય વિષયો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,

  • આ વર્ષના બજેટમાં શહેરી, સામાજિક અને પર્યાવરણ લક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પર વધુ ભાર મુકાશે.
  • સેવાસદન દ્વારા અપાયેલા વિકાસલક્ષી વચનો પૂર્ણ કરવા પર ધ્યાન અપાશે.
  • બાગ બગીચાઓ, તળાવો, મિલિયન ટ્રી પ્રોજેક્ટની કામગીરી પર ભાર મૂકવામાં આવશે.
  • સ્લમ ફ્રી સીટી પ્રોગ્રેસની ઝલક આ બજેટ માં રજુ કરાઈ છે.
  • પ્રધાનમંત્રીના ન્યુ ઇન્ડિયા સંકલ્પને ધ્યાનમાં રાખી ન્યુ વડોદરા તરફ પ્રયાણ કરવામાં આવશે.
  • આ બજેટમાં મુખ્ય ૧૫ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેમાં ૨૦૨૨ સુધી વડોદરામાં ૨૪ કલાક પીવાની પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે જે અંતર્ગત સ્માર્ટ સીટી વિસ્તારોના ટેન્ડર પણ બહાર પડી ગયા છે. ૨૦૨૦ સુધી ગંદા પાણીના ટ્રીટમેન્ટ અંગે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ૨૬૪ એમ એલ ડી કેપેસીટી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જે બે વર્ષમાં ડબલ કરી ૫૦૦ એમ એલ ડીની ક્ષમતાનું કરાશે.
  • ઉભરાતી ગટરોની સમસ્યા દુર કરાશે. વિશ્વામિત્રી નદીમાં જતા ૧૦૦ એમ એલ ડી ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરી શુદ્ધ કરાશે જેના ટેન્ડરો પણ બહાર પડાશે.
  • શહેરમાં ૧૦૦ ટકા ઘરોમાં ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ ની સુવિધા પૂરી પડાશે .મુખ્ય રસ્તાઓ પર ૧૦ હજાર કચરાપેટીઓ મુકાશે. ખુલ્લી જગ્યાઓ પર થતા કચરાના નિકાલ માટે ૨૪ કલાક રીયલ ટાઈમ મોનીટરીંગ કરાશે.
  • ૨૦૨૨ સુધી વડોદરાને સ્લમ ફ્રી સીટી બનાવવા માટે કવાયત હાથ ધરાશે.
  • ચોમાસામાં જુના અને નવા રસ્તાઓ પર પડતા ખાડાઓની સમસ્યા નિવારવા માટે આઈ આઈ ટી નિષ્ણાતો ની સમિતિની સૂચનાઓ નો અમલ કરી ૩ વર્ષને બદલે ૫ વર્ષની ગેરેંટી વાળા રસ્તાઓ બનાવવામાં આવશે. રસ્તાઓના કામકાજ માટે સિંગલ ટેન્ડર બહાર પડશે જેથી એક જ એજન્સી પાસે જવાબ માંગી શકાય.
  • રખડતા ઢોરો માટે ઝુંબેશ હાથ ધરાશે. સ્ટ્રીટ વેન્ડર પોલીસી નો અમલ કરાશે. કમાટીબાગ સ્થિત પ્રાણીસંગ્રહાલયના પુનઃનિર્માણની કામગીરી હાથ ધરાશે. જેમાં ભારત દેશના સૌથી મોટા પક્ષી ઘરનું નિર્માણ કરવામાં આવશે.
  • કમાટીબાગમાં ચાલતી એક માત્ર જોય ટ્રેનની સાથે એસીની સુવિધા સાથેની બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ સમાન ટ્રેન દોડાવાશે જે શહેરીજનો માટે ભેટ સમાન છે.
  • અગ્નિશમન સેવાઓ માં ૯૦ ફૂટ સુધી ઉંચે કામગીરી કરી શકાય તે માટે હાઈડ્રોલિક એલીવેટરની ખરીદી કરાશે.
  • આરોગ્ય તંત્રના અધિકારીઓને ઓનલાઈન કામગીરી કરવા માટે ટેબ્લેટ આપવામાં આવશે.
  • સુરસાગર તળાવના વિકાસ માટે ખાસ ભાર મુકાશે. ચાર દરવાજા સહિત વડોદરાની ઐતિહાસિક ઈમારતોની જાળવણી અને વિકાસ માટે હેરીટેજ સેલને પુનઃ શરુ કરાશે.
  • પારદર્શક કરમાળખું તૈયાર કરવામાં આવશે.
  • જી આઈ એસ મેપિંગ સર્વે કરી પ્રોપર્ટી ટેક્સ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત રહેણાંક અને બિનરહેણાંક મિલકતોના દરોમાં અલગ અલગ ભાવ રદ કરી ૧.૨૫ ટકાનો એક સરખો દર રખાશે જેનાથી સેવાસદનને ૨૭ કરોડની નવી આવક થશે.