Not Set/ કોંગેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોણે ફટકારી નોટીસ, વાંચો

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને તેમનો બંગલો ખાલી કરવા માટે મકાન માલિક દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. ભરતસિંહ સોલંકી અમદાવાદ શહેરના થલતેજ સ્તિથ નંદનવન બંગ્લોઝના ૨૮ નંબરના ઘરમાં ભાડા કરાર હેઠળ રહેતા હતા અને આ કરાર ૩૧ ડિસેમ્બરના રોજ પૂરો થયો છે ત્યારે મકાન માલિક પુનિતા શર્માએ આ નોટીસ આપવામાં આવી છે. ભરતસિંહ સોલંકીને આપવામાં […]

Top Stories
bharatsolanki kkzD કોંગેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોણે ફટકારી નોટીસ, વાંચો

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને તેમનો બંગલો ખાલી કરવા માટે મકાન માલિક દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. ભરતસિંહ સોલંકી અમદાવાદ શહેરના થલતેજ સ્તિથ નંદનવન બંગ્લોઝના ૨૮ નંબરના ઘરમાં ભાડા કરાર હેઠળ રહેતા હતા અને આ કરાર ૩૧ ડિસેમ્બરના રોજ પૂરો થયો છે ત્યારે મકાન માલિક પુનિતા શર્માએ આ નોટીસ આપવામાં આવી છે.

ભરતસિંહ સોલંકીને આપવામાં આવેલી નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નંદનવન બંગ્લોઝ સ્તિથ મકાનનો ભાડા કરાર ૩૧-૧૨-૨૦૧૭ ના રોજ પૂરો થયો છે અને આગામી ૫ જાન્યુઆરી સુધી આ મકાન ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે. મકાન માલિક પુનિતા શર્મા દ્વારા ભરતસિંહ સોલંકી ઉપરાંત ગુણવંત મકવાણા અને ગૌરાંગ પટેલને પણ નોટીસ આપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, નોટીસમાં ભરતસિંહ સોલંકી ગુણવંત મકવાણા અને ગૌરાંગ પટેલ વતી રહેતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નંદનવન બંગ્લોઝ સ્તિથ મકાનના માલિક કુશભાઈ શર્માએ મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, “ભરતભાઈ અમારા થલતેજ સ્તિથ બંગ્લોઝમાં રહેતા હતા અને તેમનો ભાડા કરાર પૂરો થતા આ નોટીસ આપવામાં આવી છે”.