Not Set/ ગુજરાતમાં હવે સોલાર ટ્રીમાંથી પેદા થશે વીજળી, ઇંધણની સમસ્યાનો આવશે ઉકેલ

ભવિષ્યમાં માનવીને બળતણ માટે ઇંધણની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, ત્યારે આ અરસામાં ગ્રીન એનર્જીનો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.

Gujarat Others
ઇંધણની

છેલ્લા કેટલાક વર્ષોથી માનવી દ્વારા ધરતી પર આવેલા ફોસિલ ફ્યુલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે. આ કારણે ભવિષ્યમાં માનવીને બળતણ માટે ઇંધણની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, ત્યારે આ અરસામાં ગ્રીન એનર્જીનો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો :રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 માસના બાળકનું કોરોના થી મોત,આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું

આ જ દિશામાં સૂર્યના કિરણોથી મળતી સૌર ઉર્જા એ જ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહશે, ત્યારે રાજ્ય આ છેવાડે આવેલ ઔદ્યોગિક નગરી વાપીમાં સૌર વૃક્ષ થકી વીજળીના ઉત્પાદનની શરૂઆત કરાઈ છે.

હકીકતમાં વાપીમાં આકાર પામેલ આ સોલાર ટ્રી દુનિયાનું સૌથી વધારે વીજળી પેદા કરનાર સોલાર ટ્રી બની ગયું છે. વાપી નગરપાલિકામાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઉદ્યાનમાં 4 વૃક્ષના આધુનિક સોલાર ટ્રી મૂકાયા છે. જે સૂર્ય ઉર્જામાંથી વીજ ઉર્જા નિર્માણ કરી આવનાર પેઢીને ફોસિલ ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની પ્રેરણા પણ આપે છે.

આ પણ વાંચો :અમદાવાદમાં એક યુવકનું દર્દનાક મોત, કારણ જાણીને તમે પણ ચકિત થઇ જશો

આ મામલે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના સહયોગ થકી વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચ થકી 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું આ વૃક્ષ બનાવ્યું છે, જે વાપીના ચલા વિસ્તાર 180 કેવી વીજ પૈકી અડધું બિલ સૌર ઉર્જા પૂરું પાડે છે. એટલે કે ચાલ વિસ્ત્તારને પાણી પૂરું પડતા સંપનું 180 કેવી વીજમાંથી 90 કેવી વીજ ઉત્પાદન હવે આ સૌર ટ્રી કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, દુનિયાભરમાં અને એમાં પણ ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓથી વાહનો વધવાથી ક્રુડ ઓઈલનો મહત્તમ વપરાશ થઇ રહ્યો છે અને આ માટે ક્રુડ આયાત કરવા માટે દેશી હૂંડિયામણનો ઉપયોગ ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચાય છે. ત્યારે હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિન્ડ, સૌર, હાઈડ્રો એનર્જી થકી વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યાં છે, જેમાં સૌર ઉર્જા એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

આ પણ વાંચો :કચ્છના આ વ્યક્તિએ બિલાડીઓ માટે ખોલ્યું કેટ ગાર્ડન, વિશેષતાઓ જોઇને તમે પણ કહેશો…

આ જ દિશામાં સરકારી નિર્માણમાં સોલાર ટ્રી પણ બનવા લાગ્યા છે, ત્યારે વાપીમાં નિર્માણ પામેલ આ સોલાર ટ્રી દુનિયાનું બંગાળના 11.5 કેવી ક્ષમતા ધરાવતા સોલાર ટ્રીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

આ પણ વાંચો :રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બેના મોત થયા

મહત્વનું છે કે, દેશમાં છેલ્લા ત્રણ દાયકાથી પરિવહન સેવાઓમાં સતત વધારો થઇ રહ્ય છે અને ક્રૂડ ઑઇલ પાછળ જ વિદેશી હૂંડિયામણ વધુ વપરાઇ રહ્યું છે ત્યારે મોદી સરકાર હવે વિન્ડ, સૌર અને હાઇડ્રો એનર્જી થકી વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને ભારતમાં ઉનાળો પણ આકરો હોવાથી ત્યારે આકરા ઉનાળાના તાપથી સૌર ઉર્જાનું ઉત્પાદન થાય છે. દેશમાં અનેક સોલાર પાર્ક નિર્માણ પામી રહ્યા છે.