Not Set/ પુત્રની ઘેલછા/ માતાએ માસૂમ પુત્રીઓને કૂવામાં ફેંકી પછી પોતે ઝંપલાવ્યું

એક અરેરાટી ભરેલા બનાવમાં મહિસાગરમાં એક મહિલાએ પોતાની ત્રણ દીકરીઓને કૂવામાં નાખી પોતે પણ કૂવામાં પડી આત્મહત્યા કરી હતી.આ મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં આવું દુઃખદ પગલું ભર્યું હતું. વિગતે જઈએ તો મહિસાગરના ડીટવાસ ગામના ખેડા ફળીયાના ખેતી કામ કરતાં રમણભાઇ દલાભાઇ ડામોરના લગ્ન મંગુબેન સાથે થયા હતા. રમણભાઈ અને મંગુ બહેનને લગ્ન […]

Gujarat Others

એક અરેરાટી ભરેલા બનાવમાં મહિસાગરમાં એક મહિલાએ પોતાની ત્રણ દીકરીઓને કૂવામાં નાખી પોતે પણ કૂવામાં પડી આત્મહત્યા કરી હતી.આ મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં આવું દુઃખદ પગલું ભર્યું હતું.

વિગતે જઈએ તો મહિસાગરના ડીટવાસ ગામના ખેડા ફળીયાના ખેતી કામ કરતાં રમણભાઇ દલાભાઇ ડામોરના લગ્ન મંગુબેન સાથે થયા હતા. રમણભાઈ અને મંગુ બહેનને લગ્ન જીવન દરમિયાન 3 પુત્રી જન્મી હતી.

જો કે પોતાને પુત્ર આવે તેવી આશા રાખતા મંગુબેન ત્રણ ત્રણ પુત્રીના જન્મ બાદ નિરાશ થઇ ગયા હતા. આ નિરાશામાં તેઓએ પુત્ર પ્રાપ્તી ન ઘર નજીક આવેલા કુવામાં પોતાની 5 વર્ષની દીકરી શર્મિષ્ઠા, 3 વર્ષની સુરા અને 1 વર્ષની ભુરીને કુવામાં નાખી દીધી હતી. અને પોતે પણ કુવામાં કુદી પડયા હતા. ડુબી જવાથી માતા સહિત 3 દિકરીઓના મોત નિપજયા હતા.

 ડિંટવાસ પોલીસને ઘટનાની જાણ કરતાં ઉચ્ચ અધીકારીઓના કાફલા સહિત પોલીસ પહોચી હતી. પોલીસે કૂવામાં ઝંપલાવનાર માતા અને ત્રણ માસુમ બાળકીઓના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે મોકલી આપી હતી. ડિટવાસ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. ડીટવાસ ગામની હૃદય કંપાવી દેતી ઘટનાથી કુટુંબીજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.

બીજી તરફ મંગુબહેનના પરિવારજનોએ આ મોત અંગે તેના સાસરિયાને જવાબદાર ઠેરવ્યા છે. મૃતક મંગુબેનના કાકા ભગવાનભાઈ અરજનભાઈ ડામોરે આક્ષેપ કર્યો કે ,અમારી દીકરીને આ લોકો વારંવાર માનસિક ત્રાસ આપતા હતા અગાઉ આ રીતે ઘરમાં ઝગડો થયો હતો જેમાં અમારી દીકરી ઘરે આવી હતી. પણ સમજાવીને પાછી મોકલી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.