Not Set/ કતારગામમાં પરિણીતાના ઘરમાં ઘૂસી કરી હત્યા, રોકડા અને ઘરેણાની લૂંટ

સુરત સુરત કતારગામના રણછોડનગર વિસ્તારમાં એક પરણિતાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ઘરમાંથી રોકડા રૂ. 15 હજાર અને ઘરેણાંની લૂંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ સંબંધીના મરણના કારણે વતનમાં જવાના મામલે આ દંપતી વચ્ચે બે દિવસથી ઝઘડો ચાલતો હતો. પરિણામે પતિએ હત્યા કરી હોવાની શંકાને કેન્દ્રમાં રાખી […]

Top Stories Gujarat Surat Trending
dsasdadsasasadd 10 કતારગામમાં પરિણીતાના ઘરમાં ઘૂસી કરી હત્યા, રોકડા અને ઘરેણાની લૂંટ

સુરત

સુરત કતારગામના રણછોડનગર વિસ્તારમાં એક પરણિતાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ઘરમાંથી રોકડા રૂ. 15 હજાર અને ઘરેણાંની લૂંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

તો બીજી તરફ સંબંધીના મરણના કારણે વતનમાં જવાના મામલે આ દંપતી વચ્ચે બે દિવસથી ઝઘડો ચાલતો હતો. પરિણામે પતિએ હત્યા કરી હોવાની શંકાને કેન્દ્રમાં રાખી પોલીસે પતિની પણ પૂછપરછ હાથધરી છે.

મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને સુરતમાં કતારગામ ખાતે રહેતા હતા.. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મનોજ ચોટલિયા કડિયા કામ કરે છે.

ગુરુવારે બપોરે બે વાગ્યે તે ઘરેથી ભોજન કરી કડિયા કામ કરવા ગયો હતો. જે સાંજે સાત વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે તેના ફ્લેટમાં રિયાની હત્યા કરાયેલી લાશ પડી હતી. આ દંપતીને બે વર્ષની એક બાળકી છે. હત્યા મામલે પોલીસની તપાસ ચાલું છે