Not Set/ #Budget2019 : બજેટ પૂર્વે કેન્દ્રીય નાણા મંત્રાલય પાસે ગુજરાતે કરી આવી ડિમાન્ડ

#GujaratBudget2019 ટીમ મોદી પોતાનું પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઇ રહી છે. ટીમ મોદીનું ધ્યાન અત્યારે સૌથી વધુ દેશની આર્થિક બાબતોમાં કેન્દ્રી છે. ત્યારે બજેટ સચોટ અને દેશ-રાજ્યની આર્થિક ગાડી પાટે ચડાવે તેવું બનાવવાં માટે નાણામંત્રી નિર્મલા સિતારમન તમામ રાજ્યોનાં નાણામંત્રીઓની મુલાકાત કરી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી દરેક રાજ્યનાં નાણામંત્રી પાસેથી સુચનો માગી રહ્યા છે. તો […]

Top Stories Gujarat Others
nirmala sitaraman nitin patel #Budget2019 : બજેટ પૂર્વે કેન્દ્રીય નાણા મંત્રાલય પાસે ગુજરાતે કરી આવી ડિમાન્ડ

#GujaratBudget2019

ટીમ મોદી પોતાનું પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઇ રહી છે. ટીમ મોદીનું ધ્યાન અત્યારે સૌથી વધુ દેશની આર્થિક બાબતોમાં કેન્દ્રી છે. ત્યારે બજેટ સચોટ અને દેશ-રાજ્યની આર્થિક ગાડી પાટે ચડાવે તેવું બનાવવાં માટે નાણામંત્રી નિર્મલા સિતારમન તમામ રાજ્યોનાં નાણામંત્રીઓની મુલાકાત કરી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી દરેક રાજ્યનાં નાણામંત્રી પાસેથી સુચનો માગી રહ્યા છે. તો સાથે સાથે તમામ રાજ્યની જરૂરિયાતો અંગે પણ ચર્ચા કરી રહ્યા છે. જેથી તેમને નવું બજેટ તૈયાર કરવામાં સરળતા રહે. ત્યારે ગુજરાતનાં નાણામંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્રીય નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી. નાણામંત્રી નીતિન પટેલે રાજ્યની વિવિધ જરૂરિયાતો મુદ્દે ચર્ચા કરી હતી.

Nirmala sitaraman #Budget2019 : બજેટ પૂર્વે કેન્દ્રીય નાણા મંત્રાલય પાસે ગુજરાતે કરી આવી ડિમાન્ડ

ગુજરાતનાં નાણામંત્રી નીતિન પટેલ દ્રારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનને ગુજરાત સરકારની અને પ્રજાની અપેક્ષા ધ્યાને રાખી આ સુચનો કરવામાં આવ્યા છે. ગુજરાતનાં નાણામંત્રી નીતિન પટેલની કેન્દ્રીય નાણામંત્રી સાથે પ્રથમ મુલાકાત હતી. ગુજરાતમાં દારૂબંધીના કારણે સરકારને આવક ઓછી થતી હોવાથી કેન્દ્ર સરકારને વધુ ગ્રાન્ટ આપવા માટેગુજરાતનાં નાણામંત્રી નીતિન પટેલે વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે ખેડૂતોની સિંચાઈની સમસ્યા અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની વિવિધ માગોને લઇને પણ ચર્ચા કરી હતી.

ગુજરાત તરફથી કરવામાં આવ્યા 7 સુચનો 

  • સૌરાષ્ટ્ર માટે વધુ પાણી પહોંચાડવા માટે સરકાર સમક્ષ વધારાની મદદની માગ.
  • સિંચાઈ યોજનાથી ખેડૂતોને પણ થશે લાભ.
  • ગુજરાતમાં પાણીની અછત હોવાથી પાણીની તમામ સિંચાઈ યોજના માટે સરકાર પાસે માગી મદદ.
  • ગુજરાતમાં દારૂબંધી હોવાથી એક્સાઇઝની આવકમાં નુકશાન થતું હોવાથી કેન્દ્રને વધુ ગ્રાન્ટ આપવા કરી વિનંતી.
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે વધુ ગ્રાન્ટ ફાળવવા કરી માગણી.
  • ગુજરાતમાં ગ્રાન્ટેડ હાઈસ્કૂલ માટે પણ કેન્દ્ર તરફથી ગ્રાન્ટ આપવા કરી માગણી.
  • આશા વર્કર બહેનો માટે પણ પગાર વધારવાની પણ રજુઆત કરી.
  • આંગણવાડી વર્કરના પગાર વધારવા પણ માગણી કરી.
  • સિનિયર સીટીઝન, દિવ્યાંગ સહિતના ભારત સરકારના તમામ લાભાર્થીઓમાં વધારો કરવા કરી માગ.
  • ગુજરાતમાં પાણીની અછત હોવાથી પાણીની તમામ સિંચાઈ યોજના માટે સરકાર પાસે માગી મદદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.