Not Set/ ગુજરાત: પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો ભાઈ દારૂના જથ્થા સાથે ઝડપાયો

ગુજરાત, 1લી એપ્રિલના રોજ પોલીસે ગુજરાત પ્રદેશ કોંગેસના પ્રમુખ અમિત ચાવડાનો ભાઈ અને તેના સાથીદારો વાપીથી દારૂ ભરેલી કાર લઈને આવી રહ્યા હતા ત્યારે વલસાડ પોલીસે ડુંગળી નજીક કારને અટકાવી તલાશી લેતા 27 હજારની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વલસાડ પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં પકડાયેલા પ્રશાંત જશવંત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અમિત ચાવડા […]

Top Stories
665718 chavdaamit 032818 01 ગુજરાત: પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો ભાઈ દારૂના જથ્થા સાથે ઝડપાયો

ગુજરાત,

1લી એપ્રિલના રોજ પોલીસે ગુજરાત પ્રદેશ કોંગેસના પ્રમુખ અમિત ચાવડાનો ભાઈ અને તેના સાથીદારો વાપીથી દારૂ ભરેલી કાર લઈને આવી રહ્યા હતા ત્યારે વલસાડ પોલીસે ડુંગળી નજીક કારને અટકાવી તલાશી લેતા 27 હજારની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

વલસાડ પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં પકડાયેલા પ્રશાંત જશવંત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ થાય છે.

પોલીસ કારમાં મુસાફરી કરી રહેલા બોરસદના બ્રિજેશ મનહરલાલ ઠક્કર અને પ્રશાંત જશવંત સિંહ ચાવડાને ઝડપી લીધા હતા. ડુંગળી પોલીસે 63-2018 નંબરની ફરિયાદ નોધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રશાંત ચાવડાના પિતા જશવંત સિંહ અની અમિત ચાવડાના પિતા અજીતસિંહ સગાભાઈઓ થાય છે.

મહારાષ્ટ્ર અને દમણથી આવતા વાહનોનું પોલીસે દ્વારાચેકિંગ કરવામાં આવે છે. 1 એપ્રિલે પોલીસે આ જ પ્રકારની કારનું ચેકિંગ કર્યું તે દરમિયાન પોલીસને જુદીજુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 27 હજાર રૂપિયા થાય છે.

સીનીયર કોંગ્રેસી નેતા ઈશ્વર સિંહ ચાવડાના પૌત્ર અને અમિત અને ભરત ચાવડાના ભાઈઓ હોવાનો ખોટો લાભ પ્રશાંત ચાવડાએ ખુબ લીધો છે. પ્રશાંત ચાવડાની આપ્રકારની પ્રવુત્તિઓને લીધે અમિત ચાવડા ઘણા વર્ષોથી પ્રશાંત ચાવડા સાથેએક ખાસ અંતર રાખી રહ્યા છે.