Not Set/ છેલ્લા એક વર્ષમાં BJP બની માલામાલ, જયારે કોંગ્રેસની સ્તિથી “આમ દની અઠ્ઠની ખર્ચા રૂપૈયા”, જુઓ આ આંકડા

દિલ્લી, રાજધાની દિલ્લીમાં કેન્દ્ર સરકારમાં સત્તા પર બિરાજમાન અને દેશના ૨૧ રાજ્યોમાં પોતાની સરકાર ધરાવતી ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લું એક વર્ષ કમાણીના મામલે માલામાલ વિકલી સમાન જોવા મળી રહ્યું છે. કારણ કે પાછલા એક વર્ષમાં બીજેપીની કમાણીમાં ૮૧ ટકાનો વધારો થયો છે. જયારે દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસની કમાણીની બાબતમાં આમદની અઠ્ઠની ખર્ચા […]

India
FGGFDH છેલ્લા એક વર્ષમાં BJP બની માલામાલ, જયારે કોંગ્રેસની સ્તિથી "આમ દની અઠ્ઠની ખર્ચા રૂપૈયા", જુઓ આ આંકડા

દિલ્લી,

રાજધાની દિલ્લીમાં કેન્દ્ર સરકારમાં સત્તા પર બિરાજમાન અને દેશના ૨૧ રાજ્યોમાં પોતાની સરકાર ધરાવતી ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લું એક વર્ષ કમાણીના મામલે માલામાલ વિકલી સમાન જોવા મળી રહ્યું છે. કારણ કે પાછલા એક વર્ષમાં બીજેપીની કમાણીમાં ૮૧ ટકાનો વધારો થયો છે.

જયારે દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસની કમાણીની બાબતમાં આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવી સ્તિથી ઉભી થઇ છે. ગ્રેંડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસની કમાણીમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે પરંતુ આ કમાણીના ઘટાડા બાદ પણ પાર્ટીએ પોતાના ખર્ચમાં વધારો કર્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલી કમાણી અને ખર્ચ અંગે એશોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR) દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ADR રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બીજેપીની કમાણીમાં છેલ્લા એક વર્ષમાં ૪૬૩.૪૧ કરોડ રૂપિયાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૫માં પાર્ટીની કામની ૫૭૦.૮૬ કરોડ રૂપિયા હતી જે ૨૦૧૬-૧૭માં વધીને ૧,૦૩૪.૨૭ કરોડ રૂપિયા થઇ ગઈ છે.

જયારે કોંગ્રેસની કમાણીમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૩૬.૨૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં કોંગ્રેસની કમાણી ૨૬૧.૫૬ કરોડ રૂપિયા હતી જે હવે ઘટીને ૨૦૧૬-૧૭માં ૨૨૫.૩૬ કરોડ રૂપિયા થઇ ગઈ છે.

ADR રિપોર્ટ મુજબ, બીજેપીને અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે જયારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસને અંદાજે માત્ર ૫૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીને કૂપનના સ્વરૂપમાં અંદાજે ૧૧૬ કરોડ રૂપિયા મળ્યા છે.

રાજકીય પાર્ટીઓના ચૂંટણી પ્રચાર અંગે ADR રિપોર્ટમાં જણાવવામાં આવેલા આંકડાઓ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ભાજપ દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ૬૦૬.૬૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ દરમિયાન ભાજપ દ્વારા ૭૦ કરોડ રૂપિયા વહીવટી કાર્યોમાં ખર્ચવામાં આવ્યા છે.

જયારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા વહીવટી કાર્યોમાં ૧૧૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

ADR રિપોર્ટના આંકડા મુજબ, ભાજપ અને કોંગ્રેસની સાથે અન્ય ૭ પાર્ટીઓની કમાણીમાં કુલ ૫૨૫.૯૯ રૂપિયાનો વધારો થયો છે. આ ૭ પાર્ટીઓની ૨૦૧૫-૧૬માં કુલ આવક ૧૦૩૩ કરોડ રૂપિયા હતી જે ૨૦૧૬-૧૭માં વધીને ૧૫૫૯ રૂપિયા થઇ ગઈ છે.