અવસાન/ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે નિધન

જાણીતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની ઉંમરે નિધન થઇ ગયું છે. ફેફસાનાં કેન્સરની બીમારીને કારણે હેપ્પી ભાવસારનું નિધન થયાનાં સમાચાર છે

Top Stories Gujarat
5 47 ગુજરાતી ફિલ્મ અભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે નિધન
  • ગુજરાતી ફિલ્મ અભિનેત્રી હેપ્પી ભાવસારનું નિધન
  • 45 વર્ષની ઉંમરે થયું નિધન
  • મહોતું’ અને ’21મું ટિફિન’માં નિભાવી હતી ભૂમિકા
  • નાની ઉંમરે નિધનથી ગુજરાતી ફિલ્મ જગત શોકમાં
  • શ્યામલી સીરિયલમાં ભજવ્યું લજ્જાનું પાત્ર
  • ફેફસાનાં કેન્સરની બીમારીને કારણે નિધન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ખરાબ સામાચાર સામે આવ્યા છે  જાણીતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની ઉંમરે નિધન થઇ ગયું છે. ફેફસાનાં કેન્સરની બીમારીને કારણે હેપ્પી ભાવસારનું નિધન થયાનાં સમાચાર છે. હેપ્પીએ અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો છે.  થોડા સમય પહેલાંજ તેણે તેનાં ખોળાની તસવીરો તેનાં સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર શેર કરી હતી. હેપી માત્ર 45 વર્ષની જ હતી.

હેેપી ભાવસારની ટ્વિન્સ દીકરીઓનાં નામ ક્રિષ્ના અને ક્રિષન્વી છે. બે મહિનાની દીકરીઓને આમ મુકીને હેપ્પી ભાવસારે લીધેલી અચાનક વિદાયથી પરિવારજનો અને મિત્રો ઘેરા આઘાતમાં છે.

 ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી  . જ્યારે શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર અદા કરી તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ ગઇ હતી. નાટકોમાં પણ તેણે ઉત્તમ કામ કર્યું છે. તેણે રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક ‘પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો કરી ચૂક્યા હતા.

આ ઉપરાંત તેમણે ‘મોન્ટુ ની બીટ્ટુ’ અને ‘મૃગતૃષ્ણા’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.  ‘મોન્ટુ ની બિટ્ટુ’નામની ફિલ્મમાં મોહીનીનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિતના લૂક્સ કોપી કર્યા હતા. જેના માટે અભિનેત્રીના દિલથી ખૂબ વખાણ થયા હતા.