જગન્નાથજીની રથયાત્રા/ સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળશે ગુજરાતનો સૌથી મોટો રથ, જાણો ખાસિયત

સુરતના વરાછા ઇસ્કોન મંદિર દ્વારા જે રથ તૈયાર કરવામાં આવ્યો છે તે રથની ઊંચાઈ 35 ફૂટની છે, રથની પહોળાઈ 17 ફૂટ છે અને રથની લંબાઈ 27 ફૂટ છે. આ રથ વડોદરામાં તૈયાર કરવામાં આવ્યો છે

Gujarat Surat Trending
જગન્નાથની રથયાત્રા

@અમિત રૂપાપરા 

20 જૂન 2023ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મીનીબજારથી લઇ સરથાણા જકાતનાકા પ્રાણીસંગ્રહાલય સુધીનો રહેશે. હાલ વરાછા ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રથને શણગાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ રથ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કહેવાનું કારણ એવું છે કે, ઇસ્કોન મંદિર દ્વારા દાવો કરાયો છે કે ગુજરાતનો સૌથી મોટો રથ છે.

Untitled 100 3 સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળશે ગુજરાતનો સૌથી મોટો રથ, જાણો ખાસિયત

સુરતના વરાછા ઇસ્કોન મંદિર દ્વારા જે રથ તૈયાર કરવામાં આવ્યો છે તે રથની ઊંચાઈ 35 ફૂટની છે, રથની પહોળાઈ 17 ફૂટ છે અને રથની લંબાઈ 27 ફૂટ છે. આ રથ વડોદરામાં તૈયાર કરવામાં આવ્યો છે અને લગભગ 45થી 50 જેટલા કારીગરો દ્વારા 8 મહિના સુધી આ રથમાં કામ કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિર તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ રથમાં હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રથનું ઘુમ્મટ હાઇડ્રોલિક છે.

Untitled 100 2 સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળશે ગુજરાતનો સૌથી મોટો રથ, જાણો ખાસિયત

આ ઉપરાંત રથમાં એર બેગ પણ લગાવવામાં આવી છે. તો લાઇટિંગની પણ તમામ સુવિધાઓ કરવામાં આવી છે. સાથે જ આ રથને સરળતાથી એક જગ્યા પરથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. કારણ કે તેને ડ્રાઇવ કરીને પણ લઈ જઈ શકાય છે અને એટલા માટે જ રથમાં સ્ટેરીંગ અને ડ્રાઇવર માટે સીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વડોદરામાં તૈયાર થયેલો આ રથ હાલ વરાછાના ઇસ્કોન મંદિરમાં રાખવામાં આવ્યો છે અને 20 જુનના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે આ રથમાં નગરચર્યા નીકળશે.

Untitled 100 4 સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળશે ગુજરાતનો સૌથી મોટો રથ, જાણો ખાસિયત

હાલ સુરતમાં હરિભક્તો દ્વારા આ રથને શણગારવામાં આવી રહ્યા છે. રાત દિવસ મહિલા તેમજ પુરુષો આ રથને રથયાત્રા માટે શણગારી રહ્યા છે. રથની ચારે તરફ પેન્ટિંગ કરવામાં આવ્યું છે. અલગ અલગ ડિઝાઇનો તેમજ પક્ષીઓના ચિત્રો પણ રથમાં દોરવામાં આવ્યા છે. તો લાઇટિંગ લગાવવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે એટલે રથયાત્રાને લઈને રથયાત્રા પૂર્વે જ તમામ તૈયારી વરાછા ઇસ્કોન મંદિર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી

આ પણ વાંચો:બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..