ગુજરાત/ રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 10,371 કરોડ ખાદીનું ઉત્પાદન ઘટ્યું

એક તરફ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

Trending
ગરમી 79 રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 10,371 કરોડ ખાદીનું ઉત્પાદન ઘટ્યું

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

એક તરફ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ ગાંધીજીએ રોજગાર વધારવા માટે ખાદીનાં ઉત્પાદનને સરકાર કોરાણે મૂકી રહી છે. એક આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં 10,371 કરોડનું ઉત્પાદન ઘટ્યું છે, તો વેચાણ પર 75 ટકા ઘટાડો હોવાનું સામે આવી રહ્યું છે.

રાજકારણ: પાલિકા-પંચાયતનાં પ્રમુખોની થશે નિયુક્તિ, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે પૂર્ણ કરી કવાયત

કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં કરોડો રૂપિયાનાં આંધણ કરી રહી છે. પરંતુ સરકારને ગાંધીજીએ જે ઉદ્યોગની હિમાયત કરી હતી એટલે કે ખાદીનાં ઉદ્યોગને વિકસાવવા માટે કહ્યું હતું તેને સરકાર કોરાણે મૂકી રહી છે. સરકારી આંકડા પર નજર કરીએ તો વર્ષ 2019-2020 માં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા 18,233 લાખનું ઉત્પાદન જયારે 19,554 લાખનું વેચાણ કરવામાં આવ્યું હતું. જયારે 2020 થી 2021 દરમિયાન માત્ર 7,862 લાખનું ઉત્પાદન સામે 5,519 લાખનું જ વેચાણ થયું હતું. તો વર્ષ 2019-20 દરમિયાન 20,182 લોકોને રોજગારી આપવામાં આવી હતી. જે હાલમાં ઘટીને માત્ર 5,440 લોકોને જ રોજગારી આપવામાં આવી રહી છે.

ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજી તમારા ખિસ્સા ખાલી કરવા તૈયાર

ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક લોકો બળાપો કાઢી રહ્યા છે. કહેવુ છે કે, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા ખાદી ઉદ્યોગ કે જેને ગાંધીજીએ રોજગારી વધારવા શરુ કરાવ્યો હતો, પરંતુ સરકાર તેને વિકસાવવા માટે કોઈ પ્રયાસ નથી કરી રહી. પહેલા સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તેના પર પણ કાપ મૂકી દેવામાં આવ્યો છે. જેથી લોકોએ ખરીદી કરવાનું પણ ઓછું કરી દીધું છે. તો બીજી તરફ આ ઉદ્યોગ માટે સબસીડી હોય કે અન્ય લાભો આપવામાં આવતા હતા તેને પ્રોત્સાહિત કરવા માટે પણ સરકાર નક્કર પગલા નથી લઇ રહી. જેને લઈને આ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. કોરોના કાળ દરમિયાન અનેક લોકોએ રોજગારી ગુમાવી દીધી છે અને વેચાણ પણ ઘટી ગયું છે.

હાય ગરમી: રાજયમાં ગરમીએ ઉંચક્યું માથુ, 4 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી પાર

આમ ખાદી ગ્રામોદ્યોગ દ્વારા સરકારને આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને કોરોના કાળમાં થયેલા નુકસાન માટે અને મદદ માટે કહેવામાં આવ્યું ત્યારે વેલ્ફેર ફંડમાંથી તેમને મદદ માટે કહી સરકારે હાથ ઊંચા કરી લીધા હતા. મહત્વનું છે કે સરકાર આ ઉદ્યોગ તરફ નજર કરે તો અનેક લોકોને રોજગાર મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે સરકારે અન્ય ઉદ્યોગોને બેઠા કરવા માટે મદદ કરી એ જ રીતે આ ઉદ્યોગ કે જેને ગાંધીજીએ પ્રોત્સાહિત કર્યો હતો તેના તરફ પણ સરકાર ધ્યાન આપે એ જરૂરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ