Not Set/ વિદ્યાર્થીઓને 3 વર્ષથી શિષ્યવૃત્તિ ન અપાતા રોષે ભરાયા, શાળાના સંચાલક વિરુદ્ધ વાલીઓએ પોલીસમાં આપી અરજી

સુરત, ઓલપાડના કીમ ખાતે આવેલી કીમ એજ્યુકેશન સંચાલિત પ્રમોદભાઈ કન્યાલાલ દેસાઈ વિદ્યાલયમાં વાલીઓએ શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. આ શાળામાં અભ્યાસ કરતા એસ.સી, એસ.ટી, અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ વરસથી સરકારી શિષ્યવૃત્તિ મળી નથી.. જેના પગલે મોટી સંખ્યામાં વાલીઓએ શાળામાં આવી હલ્લાબોલ કરી દીધું હતું અને શાળાના વહીવટ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું […]

Surat Trending
01 13 વિદ્યાર્થીઓને 3 વર્ષથી શિષ્યવૃત્તિ ન અપાતા રોષે ભરાયા, શાળાના સંચાલક વિરુદ્ધ વાલીઓએ પોલીસમાં આપી અરજી

સુરત,

ઓલપાડના કીમ ખાતે આવેલી કીમ એજ્યુકેશન સંચાલિત પ્રમોદભાઈ કન્યાલાલ દેસાઈ વિદ્યાલયમાં વાલીઓએ શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. આ શાળામાં અભ્યાસ કરતા એસ.સી, એસ.ટી, અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ વરસથી સરકારી શિષ્યવૃત્તિ મળી નથી..

જેના પગલે મોટી સંખ્યામાં વાલીઓએ શાળામાં આવી હલ્લાબોલ કરી દીધું હતું અને શાળાના વહીવટ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ત્રણ વરસથી શાળામાં આવેલી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી.

આ ઉપરાંત તેમણે શિષ્યવૃત્તિની રકમમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ થઇ હોવાના આક્ષેપ કર્યા હતા અને આ બાબતે તપાસની માંગ કરી હતી. ગુસ્સે ભરાયેલા વાલીઓએ કીમ પોલીસ મથકે જઈ શાળાના સંચાલક વિરુદ્ધ અરજી આપી હતી..જયારે આ બાબતે શાળાના ટ્રસ્ટીઓનું કહેવું હતું કે આ મામલે કોઈ ગેરરીતિઓ થઇ નથી..