ભાજપે રવિવારે અમર્ત્ય સેન પર નિશાનો સાધતા એમની તુલના એ લોકો સાથે કરી જેમણે હંમેશા સમાજને ગુમરાહ કર્યો. નોબલ પુરસ્કાર વિજેતા સેને 2019 લોકસભા ચૂંટણી માટે ભાજપ વિરોધી બિન સાંપ્રદાયિક તાકાતોને એકસાથે થવાનું આહવાન કર્યું હતું. ભાજપ તરફથી આ નિવેદન, અમર્ત્ય સેન ના નિવેદન બાદ આવ્યું છે.
પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે હંમેશા ડાબેરી વિચારધારાનું અનુસરણ કરવાવાળા સેન જેવા બુદ્ધિજીવી વાસ્તવિકતાથી દૂર થઇ રહ્યા છે. સેને કહ્યું હતું કે માકપા ગાયબ થઇ રહી છે. આનાથી વધારે સત્ય કઈ ના હોય શકે. આ તથ્યથી વધારે સત્ય કઈ ના હોય શકે કે સેન જેવા માર્ક્સવાદી લોકોનું વર્તમાન સમયમાં વધારે મહત્વ નથી. વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના સેનના આહવાન પર કહ્યું કે એમના જેવા લોકો સમાજને હંમેશા ખોટી દિશામાં લઇ ગયા છે.
આ પહેલા અમર્ત્ય સેને કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં બધી પાર્ટીઓએ એકસાથે આવવું જોઈએ. એમણે કહ્યું કે ડાબેરી દળોએ પણ સાથે આવવાથી અચકાવું ના જોઈએ, કારણ કે લોકતંત્ર ખતરામાં છે. એમણે આગળ કહ્યું કે 2014માં ભાજપને માત્ર 31 ટકા મત મળ્યા હતા. ભાજપ ખોટા ઇરાદાઓને કારણે સત્તામાં આવેલી પાર્ટી છે.
આ પહેલા અમર્ત્ય સેને કહ્યું કે ભારતે સૌથી વધારે ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હોવા છતાં પણ 2014 થી ખોટી દિશામાં લાંબી છલાંગ લગાવી છે. સેને આગળ કહ્યું કે બધી વસ્તુઓ ખુબ ખરાબ થઇ છે. 2014 થી દેશે ખોટી દિશામાં છલાંગ લગાવી છે. આપણે ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થામાં પાછળની તરફ જઈ રહ્યા છીએ.