Gujcomasol/ દેશમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન રજૂ કરવા જઈ રહેલું ગુજકોમાસોલ

ગુજકોમાસોલ ટૂંક સમયમાં ભારતમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન ગુજકોમાસોલ પ્રસ્તુત કરવા જઈ રહ્યુ છે. તેને “ગુજકો મીની માર્ટ”, “ગુજકો સુપર માર્ટ’’ અને “ગુજકો માર્ટ’ ના નામથી ઓળખવામાં આવશે.

Gujarat
Mantavyanews 5 13 દેશમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન રજૂ કરવા જઈ રહેલું ગુજકોમાસોલ

અમદાવાદઃ ગુજકોમાસોલ ટૂંક સમયમાં ભારતમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન Gujcomasol ગુજકોમાસોલ પ્રસ્તુત કરવા જઈ રહ્યુ છે. તેને “ગુજકો મીની માર્ટ”, “ગુજકો સુપર માર્ટ’’ અને “ગુજકો માર્ટ’ ના નામથી ઓળખવામાં આવશે. સમગ્ર દેશમાં ક્યાંય સહકારી રિટેલ ચેઇન છે જ નહી. તેથી ગુજકોમાસોલની આ સહકારી રિટેલ ચેઇન દેશની સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોનું જીવન સમૃદ્ધ કરવાના મુદ્રાલેખને ધ્યાનમાં રાખીને જ ગુજકોમાસોલ આ સહકારી રિટેલ ચેઇન રજૂ કરી રહ્યું છે. આ રિટેલ ચેઇનનો હેતુ ખેતપેદાશોને બહોળું અને વ્યાપક સ્થાનિક અને રાષ્ટ્રીય બજાર પૂરુ પાડવાનો છે. તેના લીધે કેટલાય નાશવંત ઉત્પાદનોને મોટું બજાર મળે તેવી સંભાવના છે. સહકારી ક્ષેત્રને સમગ્ર દેશમાં એક નવા જ સ્તરે લઈ જવાનું ગુજકોમાસોલ
ગુજકોમાસોલે નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીનું સૌથી Gujcomasol વધુ ટર્નઓવર નોંધાવવા સાથે ચોખ્ખા નફામાં પણ ત્રણ ગણો વધુ ઉછાળો નોંધાવ્યો છે. ગુજકોમાસોલે 4,064.33 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે, જ્યારે 69.34 કરોડનો કુલ નફો અને 23.42 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. તેની તુલનાએ ગયા વર્ષનો ચોખ્ખો નફો 7.22 કરોડ રૂપિયાનો હતો.
આ વખતે બોર્ડ દ્વારા 22 ટકા ડિવિડન્ડની ભલામણ કરવામાં આવનાર હતી, પરંતુ સરકારના પરિપત્રને ધ્યાનમાં લેતા મહત્તમ 20 ટકા જ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. ગુજકોમાસોલની નાણાકીય કામગીરીના અન્ય પાસામાં જોઈએ તો 6.12 કરોડનો વધારો થતાં રિઝર્વ તથા અન્ય ફંડો વધીને 121.56 કરોડ થયા છે. કાયમી મિલકતોમાં પણ 6.46 કરોડનો વધારો થયો છે. જ્યારે વર્ષના અંતે કુલ રોકાણ 29.52 કરોડ છે.

આ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજકોમાસોલે 1835 Gujcomasol કરોડ રૂપિયાના 16.14 લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કર્યુ હતું. જ્યારે ગયા વર્ષે 1487 કરોડ રૂપિયાના ખાતરનું વેચાણ કર્યુ હતું. આમ બે લાખ મેટ્રિક ટન ખાતરનું વધુ વેચાણ થયું હતું. બિયારણ વિભાગનું ટર્નઓવર 58.64 કરોડથી વધીને 77.91 કરોડ થયું છે અને હવે 101.47 કરોડ પર પહોંચ્યું છે. તેની સાથે ગુજકોમાસોલે કગણ 1,752 કરોડ રૂપિયાના ચણાની 3,28,582 મેટ્રિક ટનની ખરીદી કરીને ખેડૂતોને રાહત પૂરી પાડી હતી.

આ સિવાય કુલ 459 કરોડના 84,355 મેટ્રિક ટન રાયડાની ખરીદી કરીને ખેડૂતોને રાહત પૂરી પાડી હતી. આગામી સમયમાં પણ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે તે મહત્વના પગલા લેવાની છે. તેની સાથે ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરીને ખેડૂતોને કેટલો ફાયદો પહોંચાડી શકાય તે દિશામાં ગુજકોમાસોલ કામ કરી રહ્યું છે.


આ પણ વાંચોઃ US Ambassador/ અમેરિકાના રાજદૂત ચુપચાપ પહોંચ્યા POK ,શું બાઇડન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે?

આ પણ વાંચોઃ India Canada News/ કેનેડામાં ખાલિસ્તાનીઓ બન્યા એકબીજાના લોહીના તરસ્યા, ગેંગવોરના સત્ય પર જસ્ટિન ટ્રુડોનું મૌન, ભારત પર કરાયા આક્ષેપ

આ પણ વાંચોઃ Canada Sri Lanka/ કેનેડા બન્યું આતંકવાદીઓનું આશ્રયસ્થાન…હવે શ્રીલંકાએ પીએમ જસ્ટિન ટ્રુડો પર કર્યો હુમલો..

આ પણ વાંચોઃ ક્રાઈમ/ દિલ્હીમાં ચોરોએ કર્યું મોટું કાંડ, જ્વેલરીના શોરૂમમાંથી 25 કરોડના હીરાની ચોરી ફરાર